Patan : પાટણ શહેરના ટેલીફોન એક્સચેન્જ થી લીલી વાડી વિસ્તારની કેટલીક સોસાયટીઓની બહાર તેમજ કેનાલ રોડ પરની કેટલીક સોસાયટીઓની બહાર રહીશો દ્વારા પાકૅ કરેલ ગાડીઓના રાત્રિના સુમારે કોઈ અસામાજિક તત્વો દ્વારા કાચ ફોડવાની પ્રવૃત્તિઓ શરૂ કરાઈ હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં રત્નમણી સોસાયટી,શ્લોક ફ્લેટ, સારથી સ્ટેટસ અને મીનળપાર્ક સોસાયટી ની બહાર પાકૅ કરાયેલી રહીશો ની ગાડીઓના કાચ ફુટતા સોસાયટી ઓની બહાર ગાડીઓ પાકૅ કરતાં લોકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ત્યારે રાત્રિના સુમારે ગાડીના કાચ ફોડવા ની પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો ને ઝડપી લેવા પોલીસ દ્વારા આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ સધન બનાવી આ વિસ્તારના સીસી કુટેજો તપાસી આવા અસામાજિક તત્વોને નશિયત કરવા વિસ્તારના રહીશો ની માંગ પ્રબળ બનવા પામી છે.
ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલી સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટી આગળના ગ્રાઉન્ડમાં વહેલીસવારે આર એસ એસ ના યુવાનો દ્વારા ચાલતી શાખાના મુખ્યા સંજયભાઈ દ્વારા પણ આ મામલે પાટણ બી ડિવિઝન પી આઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી યોગ્ય કરવા રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવતા બી ડિવિઝન પીઆઇ એ પણ આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવાની સાથે સાથે વિસ્તાર ના સીસીટીવી ફૂટેજ મેળવી આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હોવાનું જણાવ્યું હતું.