- OPEC, રશિયા અને અન્ય તેલ ઉત્પાદક દેશોએ જુલાઈના અંત સુધી તેલ ઉત્પાદનમાં ભારે કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.
- છેલ્લા 2 મહિનામાં કાચા તેલના ભાવમાં લગભગ 2 ગણો વધારો નોંધાયો છે. હાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવ 42 ડોલર નજીક ચાલી રહ્યા છે.
- જ્યારથી આ દેશોએ કાચા તેલના ઉત્પાદનમાં કાપ મૂક્યો છે. ત્યારેથી ભાવમાં વધારો થયો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ OPEC+ અને રશિયા વચ્ચે તેલ ઉત્પાદનમાં કાપને લઈ સમંતિ બની છે અને ડ્રાફ્ટ પણ તૈયાર થયો છે.
- ત્યાર બાદ તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં કાપ મૂક્યો હોવાથી ધીરે-ધીરે કાચા તેલના ભાવમાં વધારો થવા લાગ્યો.
- ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 83 દિવસ બાદ વધારો થયો છે.
- માહિતી મુજબ પેટ્રોલમાં 58 પૈસા જ્યારે ડીઝલમાં 57 પૈસાનો વધારો થયો છે.
- અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ રૂ.67.79 પ્રતિ લિટર અને ડીઝલનો રૂ.65.82 પ્રતિ લિટર નજીકપહોંચ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News