Suhana Khan
ડ્રગ કેસમાં માત્ર હીરોઇનોનાં નામ આવવા સામે શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને (Suhana Khan) નારાજી વ્યક્ત કરી હતી. આ વિવાદમાં કોઇ કારણ વિના ઝુકાવતાં સુહાના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.
સુહાના ખાને કહ્યું હતું કે મહિલાઓ પ્રત્યે સમાજની નફરત અને બેવડાં ધોરણ આ બાબત ખુલ્લા કરે છે. શું માત્ર હીરોઇનો જ ડ્રગ લે છે. અન્ય લોકો ડ્રગ નથી લેતા. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ માત્ર હીરોઇનોને પૂછપરછ માટે બોલાવી એ મહિલાઓ પ્રત્યે નફરતથી ભરેલું વર્તન છે.
આ પણ જુઓ : WHO એ આપી ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ
સુહાના ખાને વધુમાં લખ્યું કે તમારે સભાનતાથી વિચારવાની જરૂર નથી કે તમે મહિલાઓને નફરત કરો છો. પરંતુ એક વાત છે કે પુરુષ કશું કરે એના કરતાં કોઇ મહિલા પુરુષ જેવું કરે ત્યારે તમને વધુ આંચકો કેમ લાગે છે. પુરુષ પ્રધાન સમાજના આ બેવડાં ધોરણ છે. તેણે લખ્યું કે બેવડાં ધોરણ વધુ ભયજનક હોય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.