Income Tax Raid in Ahmedabad : અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન (Swati Buildcon) પર તવાઈ હાથ ધરાઈ છે. તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડો પડ્યો છે. સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે 35થી 40 સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં 35થી 40 ઠેકાણાઓ પર 100થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી છે. તપાસમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. એક સાથે 35થી 40 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
સ્વાતિ બિલ્ડકોન ગ્રુપની ઓફિસ તેમજ તેના નિવાસસ્થાન સહિત તેના સાથે કનેક્શન ધરાવતા મહેશ રાજ કેમિકલ ગ્રુપની ઓફિસ અને બંગલા ખાતે મળી 40 જેટલા સ્થળ પર તપાસ હાથ ધરી છે.
આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યુ છે. આ સાથે જ શહેરના 35થી 40 સ્થળો પર દરોડા અને સર્વેનું ઓપરેશન ઇન્કમટેક્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ઇન્કમટેક્સના ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.