અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટી-20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 રને હરાવ્યું છે. આ જીતની સાથે જ ટીમ ઈન્ડિયાએ 5 મેચની સિરીઝમાં 2-2થી બરાબર પર આવી ગઈ છે. IND vs ENG 4th T20

ઈંગ્લેન્ડને જીતવા માટે 24 બોલમાં 46 રન કરવાના હતા તે સમયે ઈજાના કારણે કોહલી પેવેલિયન પરત જતો રહ્યો. તેની ગેરહાજરીમાં વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી અને અહીંથી મેચનું પાસું ભારતની તરફ વળી ગયું. 

ભારતે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 185 રન કર્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 177 રન જ કરી શકી.

ટીમ ઈન્ડિયા લગભગ 2 વર્ષથી એક જ ટીમ વિરુદ્ધ સતત 2 ટી-20 મેચ હાર્યું નથી. છેલ્લી વખતે ફેબ્રુઆરી, 2019માં ઓસ્ટ્રેલિયાએ ભારતને સતત 2 મેચમાં હરાવ્યું હતું. સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ 20 માર્ચે અમદાવાદમાં રમાશે.

મહત્વનું છે કે આ મેદાન પર ટીમ ઈન્ડિયા એવી પહેલી ટીમ બની છે, જેણે ટોસ હાર્યા છતાં મેચ જીતી લીધી હતી.