Independence day
ગાંધીનગર સ્વર્ણિમ પાર્કમાં રાજ્ય કક્ષાએ 74માં સ્વાતંત્ર્ય દિનની (Independence day) ઉજવણી થઈ હતી. આ ઉજવણીમાં CM વિજય રૂપાણીએ ધ્વજને સલામી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો.
74માં સ્વાતંત્ર્યદિનની (Independence day) ઉજવણી ગાંધીનગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે થઈ. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના અન્ય તમામ મહત્ત્વપૂર્ણ મહાનુભાવોએ તિરંગાને સલામી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કોરોના વૉરિયર્સનું ખાસ સન્માન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે પોતાની જાતની પરવાહ કર્યા વગર જે રાજ્યની સેવા કરી રહ્યા છે. તેઓ ફ્રન્ટલાઇન વૉરિયર્સ મુખ્યમંત્રીએ નમન કરી બિરદાવ્યા હતા.
CM રૂપાણીએ રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓની પ્રશંસા કરી હતી. તેમજ ગુજરાત સરકારે ઉપલબ્ધ કરેલી ઉપલબ્ધીઓની તેમણે પ્રસંશા કરી અને તમામ કલ્યાણકારી યોજનાઓની વિગતવારે ચર્ચા કરી હતી.
કોરોનાના કપરાકાળમાં CM વિજય રૂપાણીએ કોરોના વૉરિયર્સની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યવાસીઓએ કોરોનાને દેશવટો અને રાજ્યવટો આપવા માટે આઝાદી જેવી ચળવળ ચલાવવી પડશે.
- આ પણ વાંચો : આ 5 વસ્તુઓ ઘરમાં હશે તો થઈ જશો બરબાદ, પૈસા સંબંધિત થશે મુશ્કેલી
- આ પણ વાંચો : હાથના નખ પર દેખાતા આ નિશાન આપે છે આ પરિસ્થિતિઓના સંકેત
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.