independence day

15મી ઑગષ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિવસે (independence day)અમેરિકના ન્યૂયોર્ક શહેરમાં આવેલા પ્રસિદ્ધ ટાઇમ સ્ક્વેરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકશે. જે એક નવો ઇતિહાસ રચશે. ન્યૂ જર્સી અને કનેક્ટિકટમાં વસતા ભારતીયોની એનજીઓ ફેડરેશન ઑફ ઇન્ડિયન એસોસિયેશન (FIA)એ  આ નિર્ણય કર્યો હતો.

FIA દ્વારા પ્રસ્તુત કરાયેલા એક નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત નિવેદનમાં જણાવાયું હતું કે 14મી ઑગષ્ટની રાત્રે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પર કેસરી, સફેદ અને લીલા રંગની રોશની કરવામાં આવશે. અમેરિકામાંના ભારતીય રાજદૂત રણદીર જયસ્વાલ ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો ફરકે ત્યારે અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર આ રીતે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકશે અને એક નવો ઇતિહાસ બનશે.

આ પણ જુઓ : ‘જીગલી’ તરીકે ફેમસ યુટ્યુબર ધવલ સહિત 5 લોકોની થઈ ઘરપકડ,જાણો

દર વર્ષે અમેરિકાના ભારતીયો સ્વાતંત્ર્ય દિને (independence day) ભારતની કોઇ સેલેબ્રિટીને નિમંત્રિત કરીને પરેડ યોજે છે. પરંતુ કોરોના મહામારીને કારણે પરેડ યોજવાનું શક્ય નથી. અમેરિકામાં કોરોના સંક્રમણ સૌથી વધારે છે તેમજ કોરોનાથી મૃત્યુ પામેલા આંકડા પણ ખુબજ વધારે છે. જેના કારણે ઇન્ડિયા પરેડ યોજવી અશક્ય છે.

આ પણ જુઓ : Indonesia માં જ્વાળામુખી ફાટ્યો, 30 કિલોમીટર સુધી ધુમાડાના વાદળ છવાયા

ઇન્ડિયા પરેડ કરવી અશક્ય હોવાને કારણે FIA દ્વારા ટાઇમ સ્ક્વેર પર ધ્વજવંદન કરવું એવો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંય વરસોથી ન્યૂયોર્કમાં યોજાતી ઇન્ડિયા પરેડનું વિશ્વના મોટા ભાગના મિડિયા દ્વારા કવરેજ કરવામાં આવતું હતું. એટલું જ નહિ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું ત્યારે પણ ટાઇમ સ્ક્વેરમાં ભગવાન રામના વિશાળ કદનાં હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા હતા અને ભારતીયોએ ત્યાં હાજરી આપીને રામધૂન ગાઇ હતી અને એ દિવસની ઉજવણી કરી હતી.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024