કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાને સોંપેલા પત્રમાં કહ્યું કે, મેં કુમારસ્વામી સરકારને આપેલું સમર્થન પરત લઈ લીધું છે. જો ભાજપ સરકાર ઈચ્છશે તો હું તેમનો સાથે આપીશ. તો બીજી બાજુ કોંગ્રેસ સાંસ ડીકે સુરેશે દાવો કર્યો છે કે કોંગ્રેસના તમામ મંત્રી પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે.

ભાજપ નથી ઈચ્છતી કે કોઈ વિપક્ષી પાર્ટી કોઈ રાજ્ય અથવા કેન્દ્રની સત્તામાં હોય. તે લોકતંત્રને ખતમ કરી રહી છે. આ પહેલા કોંગ્રેસ અને જેડીએસના 12 ધારાસભ્યો પોતાની વિધાનસભા સભ્ય પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે. મંત્રી જમીર અહેમદ ખાનના કહ્યાં પ્રમાણે, જેટલા ધારાસભ્યો ભાજપ કેમ્પમાં ગયા, તેમાંથી 6-7 આજ સાંજ સુધી પાછા આવી જશે. આ પહેલા કોંગ્રેસ અને JDS ધારાસભ્ય પોતાના પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે.

  • એક સપ્તાહમાં કોંગ્રેસ-જેડીએસના 12 ધારાસભ્યોના રાજીનામા; જેડીએસના દિગ્ગજ ધારાસભ્યનો દાવો-14એ રાજીનામું આપ્યું
  • માનવામાં આવી રહ્યું છે કે સરકારને બચાવવા માટે કુમારસ્વામી રાજીનામું આપી શકે છે.
  • કોંગ્રેસના સાસંદ ડીકે સુરેશે કહ્યું કે, ભાજપ નથી ઈચ્છતી તે કોઈ વિપક્ષી પાર્ટી સત્તામાં રહે
કર્ણાટક: કોંગ્રેસના 21 મંત્રીઓએ કુમારસ્વામી સરકારમાંથી રાજીનામાં આપ્યું.

બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે ગઠબંધન સરકાર તરફથી તેમને મંત્રી પદ આપવાનો વાયદો કરવામાં આવી રહ્યો છે. તેમના વિસ્તારને સ્પેશલ પેકેજ આપવાની વાત પણ થઈ રહી છે. પરંતુ કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યોએ ઓફર ફગાવી દીધી છે. એવામાં રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરું બનતું જાય છે. આ દરમિયાન મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અમેરિકા પ્રવાસ પૂરો કરી બેંગલુરુ પરત આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય સંકટથી બહાર આવવાનો રસ્તો કાઢવા માટે કુમારસ્વામી સોમવાર રાત્રે પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરશે.

બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરવા માટે મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટક કોંગ્રેસ ઇન્ચાર્જ કેસી વેણુગોપાલ, જી પરમેશ્વર અને એમબી પાટિલે સતત અનેક બેઠકો કોર. તેમાં નિર્ણય લેવાયો કે બળવાખોરને મંત્રી પદ આપીને મનાવવામાં આવે. આ નેતા સતત એચડી દેવગૌડાના સંપર્કમાં પણ રહ્યા. પરંતુ, બળવાખોર ધારાસભ્યોને મંત્રી પદ લેવાનો ઇનકાર કરતાં ગઠબંધનને કોઈ નવો રસ્તો શોધવો પડશે. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં ખડગેએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના દાવાને ફગાવતાં સિનીયર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મોટાભાગના બળવાખોર ધારાસભ્ય પોતે મુંબઈ નથી ગયા. તેમાંથી કેટલાક અમારા ધારાસભ્યોના સંપર્કમાં છે અને પરત ફરશે.

હવે જેડીએસ નેતા અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સિવાય કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા સામે સરકાર બચાવવા માટેનો પડકાર છે. રાજ્યમાં સરકાર બનાવવા અને બચાવવા માટે ભાજપ અને જેડીએસમાં બેઠકોનો સિલસિલો ચાલુ છે. સોમવારે ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પોતાના આવાસ પર કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓને નાસ્તા પર બોલાવ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, મંત્રી ડીકે શિવકુમાર, યૂટી ખાદર, શિવશંકરા રેડ્ડી, વેંકટરમનપ્પા, જયમાલા, એમબી પાટિલ, કેબી ગૌડા, રાજશેખર પાટિલ હાજર રહ્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને સલાહ આપતા કહ્યું કે, ગઠબંધન સરકારને બચાવવા માટે મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રી બનાવી શકાય.

કર્ણાટક: કોંગ્રેસના 21 મંત્રીઓએ કુમારસ્વામી સરકારમાંથી રાજીનામાં આપ્યું.
  • શનિવારે કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ પહેલા સોમવારે કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહે પણ રાજીનામું આપી દીધું છે. જો કે, જેડીએસના દિગ્ગજ નેતા એચ વિશ્વનાથે આનંદ સિંહ સહિત 14 ધારાસભ્યોના રાજીનામાનો દાવો કર્યો છે. જેડીએસ ધારાસભ્ય એચ વિશ્વનાથે કહ્યું હતું કે, અત્યાર સુધી 14 ધારાસભ્યો સરકારને રાજીનામું આપી ચુક્યા છે. અમે રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી છે. અમે સ્પીકરને રાજીનામું સ્વીકાર માટે પણ અપીલ કરી છે. તેમણે આ અંગે મંગળવાર સુધી નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. ગઠબંધન સરકાર કર્ણાટકના લોકોની આશા પર ખરી ઉતરી નથી.
  • સ્પીકર રમેશ કુમાર તમામ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારશે તો, કુમારસ્વામીની સરકાર મુશ્કેલીમાં મુકાઈ જશે.કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી અમેરિકાથી પાછા આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.