- પાકિસ્તાન છેલ્લા ઘણા દિવસોથી એલઓસી પર સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરી રહેલા પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે.
- ગત રાતથી લઈને અત્યાર સુધી એલઓસી પર પાકિસ્તાનના 4 સૈનિકને ઠાર કર્યા છે.
- ભારતે પાકિસ્તાનની ત્રણ ચોકીઓ પણ નષ્ટ કરી છે.
- એક દિવસ પહેલા પણ પાકિસ્તાન સામે હાજીપુર સેક્ટરમાં મોટી કાર્યવાહી કરતા ભારતીય સેનાએ પીઓકેના દવા સેક્ટરમાં 2 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા.
- ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. 24 કલાકની અંદર ભારતીય સેનાની કાર્યવાહીમાં કુલ 6 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે.
- ગુરુવારે ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના એક સુબેદાર શહીદ થયા હતા.
- તેના બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં ભારતીય સેનાના ચાલક સૌરભ કટારા ગ્રેનેડ હુમલામાં શહીદ થયા હતા.
- સૌરભ કટારાના લગ્ન બે સપ્તાહ પહેલા જ થયા હતા. સૌરભ સેનાની 28 આરઆર રેજિમેન્ટમાં હતા. સૌરભ 3 વર્ષ પહેલા સેનામાં ચાલકના પદ પર ભરતી થયો હતો.
- સૌરભ કટારા કુપવાડામાં મંગળવારે રાતે સૈનિક વાહન લઈ જતા સમયે ગ્રેનડ હુમલામાં શહીદ થયો હતો. તેના પાર્થિવ શરીરને ગુરુવારે તેના પૈતૃક ગામમાં લાવવામાં આવ્યો હતો. સૈન્ય સન્માન સાથે સૌરભ કટારાને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News