PM મોદીએ લીધી 24 કલાકમાં બીજીવાર AIIMSની મુલાકાત , અટલ બિહારી વાજપેયીની હાલત નાજુક

પોસ્ટ કેવી લાગી?

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક છે. એઇમ્સે લગભગ 11 વાગ્યે પ્રેસ રિલીઝ જાહેર કરી જણાવ્યું કે તેમની તબિયતમાં સુધાર નથી થયો. આ દરમિયાન, ભાજપ અને ઉત્તરાખંડના સરકારે તમામ કાર્યક્રમ રદ કરી દીધા છે.

india/former-pm-atal-bihari-vajpayee-on-life-support-system

ગુરુવારે સવારથી જ રાજકીય નેતાઓ દ્વારા એઇમ્સની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સવારે 6:30 વાગ્યે પહોંચ્યા. તેઓ થોડીવાર ત્યાં રોકાયા. 9 વાગ્યે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને 10 વાગ્યની આસપાસ લાલકૃષ્ણ અડવાણી પહોંચ્યા. રાજનાથ સિંહ અને સુષ્મા સ્વરાજ ઉપરાંત મોટાભાગના કેન્દ્રીય મંત્રી હાલમાં એઇમ્સમાં છે. ઉલ્લખેનીય છે કે, છેલ્લા 24 કલાકમાં વડાપ્રધાન મોદી બીજી વાર અટલજીના ખબર-અંતર પૂછવા પહોંચ્યા છે.

અપડેટ્સ

– બપોરે એક વાગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ એઈમ્સ હોસ્પિટલ વાજપેયીજીની ખબર જોવા માટે પહોંચ્યા હતા.

– અટલજીના ઘરે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

સમગ્ર દેશમાં થઈ રહી છે વાજપેયીજી માટે પ્રાર્થના

બીજી તરફ, દેશભરમાં અટલજીના સ્વાસ્થ્યમાં સુધારો થાય તેવી કામના લઈને પ્રાર્થનાઓ થઈ રહી છે. અનેક સ્થળે તેમના પ્રશંસક હવન કરી રહ્યા છે. આ પહેલા, મોડી રાત્રે એઇમ્સે અટલજીનો મેડિકલ બુલેટિન જાહેર કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે તેમની તબિયત છેલ્લા 24 કલાકમાં ઘણી બગડી ગઈ. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. એઇમ્સે ગુરુવારે જણાવ્યું કે અટલજીની સ્થિતિ નાજુક બની રહી છે. અટલજીને યૂરિન ઇન્ફેક્શનની ફરિયાદ બાદ 11 જૂનના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 9 વર્ષથી બીમાર છે.

એઇમ્સમાં મીડિયાને અંદર બોલાવ્યું

એઇમ્સ એડમિનિસ્ટ્રેશને સવારે 10:30 વાગ્યાની આસપાસ મીડિયાને અંદર આવવાની મંજૂરી આપી. બીજી તરફ, એઇમ્સ સામેની તમામ દુકાનો હટાવી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર સાંજે એઇમ્સ પહોંચ્યા હતા. મોદી પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ તેમને મળવા એઇમ્સ પહોંચ્યા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, સુરેશ પ્રભુ, હર્ષવર્ધન, જિતેન્દ્ર સિંહ અને અશ્વિની કુમાર ચૌબે પણ એઇમ્સ ગયા.

લાલ કિલ્લા પર ભાષણમાં મોદીએ અટલજીને કર્યા યાદ

72મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. મોદીએ કહ્યું કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવતી વખતે અમે અટલજીના વિચારો પર ચાલીશું, જેઓ માનવતા, કાશ્મીરી અને ઝમહુરિયાત પર આધારિત હતા.

2009માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા

– 2009માં વાજપેયીની તબિયત લથડી હતી. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ અનેક દિવસો સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
– બાદમાં તેઓના સ્વાસ્થ્યમાં સુધાર જણાતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
– ત્યારબાદ એવા સમાચાર હતા કે વાજપેયી લકવાના શિકાર છે, આ કારણે તેઓ કોઇની સાથે વાત કરતા નથી. બાદમાં તેઓની યાદશક્તિ પણ નબળી થઇ ગઇ હતી. તેઓએ લોકોને ઓળખવાનું પણ બંધ કરી દીધું હતું.

ત્રણ વાર વડાપ્રધાન બન્યા

વાજપેયી સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. બહુમત સાબિત ન કરી કરવાના કારણે તેમણે રાજીનામું આપી દીધું. બીજા વાર તેઓ 1998માં વડાપ્રધાન બન્યા. સહયોગી પાર્ટીઓએ સમર્થન પરત લેવાના કારણે 13 મહિના બાદ 1999માં ફરી લોકસભા ચૂંટણી યોજાઈ. 13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા. આ વખતે તેઓએ 2004 સુધી પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. 2014ના ડિસેમ્બરમાં અટલજીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી. માર્ચ 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રોટોકોલ તોડી અને અટલજીને તેમના ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કર્યા.

લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે વાજપેયીજી

એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં એક ટીમ સતત વાજપેયીજીના સ્વાસ્થય પર નજર રાખી રહી છે. એમ્સ તરફથી બુધવારે સાંજે રજૂ કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની સ્થિતિ નાજૂક છે. છેલ્લા 24 કલાકમાં તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી. તેથી તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુધવારે સાંજે હોસ્પિટલ પહોંચીને તેમની તબિયત વિશે માહિતી લીધી હતી. વડાપ્રધાન મોદી અંદાજે 50 મિનિટ સુધી હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. પક્ષ-વિપક્ષના તમામ નેતાઓએ ટ્વિટ કરીને વાજપેયીજીને દીર્ધાયુની પ્રાર્થના કરી હતી. વાજપેયીજીના પરિવારના નજીકના લોકો પણ હોસ્પિટલમાં હાજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan Top 10 Most Viral Pics Of Cristiano Ronaldo