આયુષ્યમાન ભારત યોજના: PMની દેશવાસીઓને ભેટ : કઇ રીતે મળશે મફત વીમો, જાણો સંપૂર્ણ માહિતી

પોસ્ટ કેવી લાગી?

25 સપ્ટે.થી આયુષ્માન ભારત સ્કીમનો પ્રારંભ, દેશના 10 કરોડ ફેમિલીને 5 લાખ રૂ. સુધીના ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સની સુવિધા.

-independence-day-on-red-fort-pm-modi-announce-ayushman-bharat-launch-from-25th-september

વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ 72માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરી. તેઓએ કહ્યું ભારતના ગરીબ પરિવારોને યોગ્ય ઈલાજ અને ગંભીર બીમારીઓથી બચાવવા માટે આરોગ્ય ભારતના આ અભિયાનની શરૂઆત થશે. 25 સપ્ટેમ્બરથી આયુષ્માન ભારત સ્કીમની શરૂઆત થશે. બજેટ 2019 દરમિયાન જાહેરાત કરવામાં આવેલી આયુષ્માન ભારત સ્કીમ અંતર્ગત દેશના 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીના ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સની સુવિધા મળશે. જેમાં લગભગ તમામ ગંભીર બીમારીઓનો ઈલાજ કવર થશે.

ઉંમરની કોઈ જ મર્યાદા નહીં

– આયુષ્માન ભારત સ્કીમમાં કોઈ પણ વિશેષ રૂપથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ઈલાજથી વંચિત ન રહે તે માટે ફેમિલી સાઈઝ અને ઉંમરની કોઈ જ મર્યાદા નથી લગાવવામાં આવી.
– આ સ્કીમમાં હોસ્પિટલમાં દાખલ થવા અને તે બાદના ખર્ચાઓને સામેલ કરવામાં આવ્યાં છે.
– દર વખતે હોસ્પિટલાઈઝેશન માટે ટ્રાંસપોર્ટેશન એલાઉન્સનો પણ ઉલ્લેખ કરાયો છે.
– સારવાર દેશના કોઈપણ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજ કરાવવામાં આવશે.

આ યોજનાથી મળશે આ ફાયદાઓ

– યોજના અંતર્ગત લગભગ 50 કરોડ લોકોને વર્ષે 5 લાખ રૂપિયાના ઈલાજની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવશે.
– કેન્દ્ર સરકારની યોજના આ સ્કીમ અંતર્ગત દેશના લગભગ 10 કરોડ પરિવારોને કવર કરવાની છે.
– હાલ આ સ્કીમ અંતર્ગત દેશના સામાજિક અને આર્થિક રીતે નબળા લોકોને નિઃશુલ્ક ઈલાજની સુવિધા આપવામાં આવશે.
– પોલિસી લીધાના પહેલાં દિવસથી આ તમામ સુવિધાઓ મળવા લાગશે. હોસ્પિટલમાં દાખલ હોવાની સ્થિતિમાં આવવા જવાનું ભથ્થું પણ આપવામાં આવશે.

યોજનાનું શું હશે મોડલ?

– દેશના તમામ રાજ્યોમાં આ સ્કીમને હાઈબ્રિડ મોડલ પર લાગુ કરવામાં આવી શકે છે. જે અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીના ઈલાજનો ખર્ચ વીમા કંપની ભોગવશે. તો ઈલાજનું બિલ 1 લાખ રૂપિયાથી વધારે હોય તો બિલની ચુકવણી ટ્રસ્ટ કરશે.
– દેશમાં આ સ્કીમને લાગુ કરવા માટે 23 રાજ્યોએ સહમતી દાખવી છે પરંતુ કેટલાંક રાજ્યો એવાં છે જે પોતાને ત્યાં આ સ્કીમને ઈન્સ્યોરન્સ મોડલની જગ્યાએ ટ્રસ્ટ મોડલ પર લાગુ કરવા ઈચ્છે છે.
– હાઈબ્રિડ મોડલ પર મોટાં ભાગના રાજ્યો સહમત થઈ શકે છે. જેમાં વીમા કંપનીઓ પર ઓછો ખર્ચ આવશે અને કેન્દ્ર સરકારને પણ આ સ્કીમ અંતર્ગત પ્રતિ પરિવાર ઓછું પ્રીમિયમ આપવું પડશે.

મળશે ફેમિલી કાર્ડ

– આયુષ્માન ભારત સ્કીમ માટે મોદી સરકાર લગભગ 11 કરોડ ફેમિલી કાર્ડ છાપશે અને લોકોને હાથોહાથ પહોંચાડશે.
– સરકાર ગામડાંઓમાં આયુષ્માન પખવાડીયાનું આયોજન કરશે. જ્યાં આ કાર્ડ્સની હેન્ડ ડીલવરી આપવામાં આવશે. એટલે કે ઘર દીઠ કાર્ડ પહોંચાડવાની જવાબદારી મોદી સરકાર પોતે જ ઉઠાવશે.
– સરકાર દિલ્હીમાં 24*7 કોલ સેન્ટર પણ બનાવશે, જ્યાં આ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ સાથે જોડાયેલાં લોકોની ફરિયાદ સાંભળશે અને સવાલોના જવાબ આપશે.
– આ અંગેની જાણકારી આયુષ્માન ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશને આપી છે.
– ફેમિલી કાર્ડ પર આ સ્કીમના પાત્ર સભ્યોના નામ હશે.
– કાર્ડની સાથે દરેક વ્યક્તિના નામ વાળો એક લેટર આપવામાં આવશે, જેમાં આયુષ્માન ભારત સ્કીમની વિશેષતાઓ જણાવવામાં આવશે.

પ્રક્રિયા બનશે સહેલી

– આયુષ્માન ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન મુજબ સરકારે ગ્રામીણ વિસ્તારોમાં 80 ટકા લાભાર્થી અને શહેરી ક્ષેત્રોના 60 ટકા લાભાર્થીઓને પસંદગી આ કાર્ડ માટે કરાઈ છે.
– ફેમિલી કાર્ડ લાભાર્થીઓની ઓળખ માટે એક માધ્યમ પણ બનશે જો કે તેના માટે યોગ્ય ડોક્યુમેન્ટ્સની જરૂર તો રહેશે જ.

આ હશે સમગ્ર પ્રોસેસ

– નેશનલ હેલ્થ એજન્સીઓના લાભાર્થીઓની સૂચના મળ્યાં બાદ સર્વિસ પ્રોવાઈડ લેટર્સની પ્રિન્ટિંગ શરૂ કરશે.
– પ્રિન્ટિંગ પછી એરિયા કોડ મુજબ તમામ લેટર્સ ડિસ્ટ્રિક્ટ હેડકવાર્ટર મોકલવામાં આવશે. જે બાદ લેટર્સને ગ્રામ પંચાયત મોકલવામાં આવશે. જે બાદ સરકારના આયુષ્માન પખવાડીયું કાર્યક્રમમાં હેલ્થ વર્કર્સ ઈન લેટર્સને લાભાર્થીઓને પરિવારોને આપશે.

બે વર્ષમાં પૂરું થશે લક્ષ્ય

– આયુષ્માન કાર્ડના બિડ ડોક્યુમેન્ટ મુજબ રોજ લગભગ 5 લાખ લેટર જાહેર કરવાની સ્પીડથી બે વર્ષમાં 10.74 કરોડ ઈન્ફોર્મેશન લેટર અને ફેમિલી કાર્ડ છાપવા અને વહેંચવા પડશે. એટલે કે આ કાર્ડ્સની ડિલીવરીમાં બે વર્ષનો સમય લાગશે.

આ મહિનાથી શરૂ થશે પ્રક્રિયા

– કોલ સેન્ટર અને ફેમિલી કાર્ડ્સની પ્રિન્ટિંગના કોન્ટ્રાક્ટ ઓગસ્ટથી આપવામાં આવશે. સર્વિસ પ્રોવાઈડર હબ એન્ડ સ્પોક મોડલનો ઉપયોગ કોલ સેન્ટર માટે કરશે. આ ઉપરાંત દેશભરમાં ઝોનલ કોલ સેન્ટર પણ બનાવવામાં આવશે. આ માટે એક ટોલ ફ્રી નંબર હશે. કોલ સેન્ટર ઇ-મેલ અને ઓનલાઈનટ ચેટનો જવાબ આપવામાં પણ સક્ષમ હશે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures