India stopped visa service for Canadians : ભારત અને કેનેડા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. નોંધનીય છે કે, કેનેડાના PMએ ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો.
મીડિયા અહેવાલો અનુસાર, વિઝા સેવાઓને સ્થગિત કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, જ્યારે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક મેસેજ પોસ્ટ કર્યો હતો જેમાં કહ્યું હતું કે, ‘ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: 21મી સપ્ટેમ્બર 2023 [ગુરુવાર] થી ભારતીય વિઝા સેવાઓ નવી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.’
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ભારતીય અધિકારીએ વિઝા સેવાઓ સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી પરંતુ વધુ કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.
BLS વેબસાઈટ પર મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો
ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધુ વધી રહ્યો છે. ભારે રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં ભારતીય વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. હકીકતમાં, બંને દેશો વચ્ચે તણાવ ત્યારે વધી ગયો જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો. જેને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધો હતો.
India stopped visa service for Canadians
BLS ઈન્ટરનેશનલ – એક ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર જે ભારત અને અન્ય દેશોની અરજીઓનું સંચાલન કરે છે, તેણે તેની વેબસાઈટ પર એક સૂચનામાં આ મેસેજ પોસ્ટ કર્યો: “ઓપરેશનલ કારણોસર, 21 સપ્ટેમ્બર, 2023થી, ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.” “કૃપા કરીને વધુ અપડેટ્સ માટે BLS વેબસાઇટ જોતા રહો.”
કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યાને લઈને બંને દેશો વચ્ચે વધી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આ નિર્ણય આવ્યો છે. PM મોદી જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ‘સંભવિત’ સંડોવણીનો આરોપ મૂક્યો હતો, જેનાથી કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો.
નોંધનીય છે કે, કેનેડાએ હવે ભારતમાં હાઈ કમિશનમાંથી તેના કેટલાક રાજદ્વારીઓને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે ભારતમાં અમારા રાજદ્વારીઓ જોખમમાં હોઈ શકે છે અને તેમને ધમકીઓ પણ મળી છે. આવી સ્થિતિમાં અમે સ્ટાફ ઓછો કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તેમણે જ અગાઉ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. આ સિવાય સૌથી પહેલા એક ભારતીય રાજદ્વારીને કેનેડા છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જવાબમાં ભારતે પણ આવી જ કાર્યવાહી કરી હતી.