India

કેટલાક સમયથી ચીન અને ભારત (India) વચ્ચે તણાવ ચાલી રહ્યા છે જેનો જવાબ રૂપે ભારત ચીન સામે આર્થિક પગલાં લઇ રહ્યું છે. આવા સંજોગોમાં હવે ભારતે વધુ એક કડક પગલું લેવાનું નક્કી કર્યું હતું. જેના પગલે હવે પછી ચીનથી આવનારા લોકોને વીઝા આપવા પહેલાં કડક રીતે ચકાસણી કરવામાં આવશે.

ભારતીય વિદેશ ખાતાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે હવે પછી ચીની વેપારીઓ, કેળવણીકારો, ઔદ્યોગિક નિષ્ણાતો અને એડવોકસી ગ્રુપના લોકોએ વીઝા માટે ખાસ ક્લીયરન્સ મેળવવું પડશે. અત્યાર અગાઉ પાકિસ્તાનના નાગરિકો સામે આવું કડક પગલું લેવામાં આવ્યું હતું. વિદેશ ખાતાના પ્રવક્તાએ પોતાની ઓળખ છતી નહીં કરવાની શરતે આ માહિતી આપી હતી.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : BCCI ધોનીની ફેરવેલ મેચનું આયોજન કરવા માટે તૈયાર

ઉપરાંત ભારત (India)અને ચીન વચ્ચે થયેલા 54 મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડીંગ અન્વયે બંને દેશોની યુનિવર્સિટીઓ વચ્ચે જે સંધિ થઇ હતી તેના પર પુનર્વિચાર કરવામાં આવશે. ખાસ કરીને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી, બનારસ હિન્દુ .યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના ચીની શૈક્ષણિક સંસ્થાઓ સાથેની ટાઇનો પણ ફેરવિચાર કરાશે. મેન્ડેરીન ભાષાના અભ્યાસક્રમ સિવાયના તમામ ચીની અભ્યાસક્રમો અને ચીની સંસ્થાઓ સાથેના કરાર રદ કરવામાં આવશે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : UAE IPL માં ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના ખેલાડીઓને ક્વોરન્ટાઈનમાંથી છૂટ

આઇઆઇટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી અને જેએનયુ ચીની ભાષા શીખવતી આંતરરાષ્ટ્રીય ચીની સંસ્થા હાનબાન સાથે જોડાયેલી છે. આ ચીની સંસ્થાઓ પોલિસી મેકર્સ, થીન્ક ટેન્ક, રાજકીય પક્ષો અને ઉદ્યોગ જગત પર સારો પ્રભાવ ધરાવે છે. હવે એ પ્રભાવ ઘટાડવાના નક્કર પગલાં લેવાશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024