IPL 2020

યુએઈ (UAE IPL)માં યોજાનારી આઇપીએલમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ક્વોરન્ટાઈનમાંથી છૂટ મળી છે જેથી તેમને ક્વોરન્ટાઈનમાં રહેવું નહિ પડે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર અંતર્ગત આ છૂટ આપવામાં આવી છે. બીસીસીઆઇએ ફ્રેન્ચાઈઝીઓને નિયમોમાં રહીને કેટલાક ફેરફારોની છૂટ આપી છે. જો તેઓ તેનો ભંગ કરે તો દોષીત ખેલાડીને ક્વોરન્ટાઈન થવું પડશે અને કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે.

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઇપીએલમાં જોડાય તે પહેલા તેઓ મર્યાદિત ઓવરોની શ્રેણી રમવાના છે. જે દરમિયાન ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ બાયોબબલમાં પ્રવેશ્યા હશે, જેના કારણે તેમને ફરી યુએઈ (UAE IPL)માં ક્વોરન્ટાઈન કરવાની જરૂર નથી. પરંતુ આઇપીએલ માં જોડાયા પહેલા તેમને કોરોના ટેસ્ટ કરાવવો પડશે. ઉપરાંત પણ તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ તારીખ ૧૭મી સપ્ટેમ્બરે યુએઈ પહોંચી જશે. જેના બે દિવસ બાદ આઇપીએલનો પ્રારંભ થશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024