india vs sri lanka ત્રીજી T20 શ્રીલંકા 7 વિકેટ થી જીતી.

પોસ્ટ કેવી લાગી?

બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ ભારત સામેની ત્રીજી ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 81 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 14.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ સાથે જ શ્રીલંકાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે.

મેચ અપડેટ્સ

-ભારત તરફથી રાહુલ ચાહરે 3 વિકેટ ઝડપી

-સમરવિક્રમા 6 રને આઉટ

-ભાનુકા 18 રને એલબી આઉટ

-અવિષ્કાના 12 રન

-શ્રીલંકા તરફથી હસરંગાએ 9 રનમાં 4 વિકેટ ઝડપી

-ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 81 રન બનાવ્યા

  • ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધારે 23 રન બનાવ્યા

-રાહુલ ચાહર 5 રને આઉટ

-ભુવનેશ્વર કુમારના 16 રન

-નીતિશ રાણા 6 રને શનાકાનો શિકાર બન્યો

-ઋતુરાજ ગાયકવાડના 10 બોલમાં 2 ફોર સાથે 14 રન

-પડિક્કલ 9, સેમસન 00 રને આઉટ

-શિખર ધવન પ્રથમ બોલે શૂન્ય રને આઉટ

  • ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

બંને ટીમો આ પ્રમાણે છે

ભારત – શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન, નીતિશ રાણા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, રાહુલ ચાહર, સંદીપ વારિયર, ચેતન સાકરિયા, વરુણ ચક્રવર્તી.

શ્રીલંકા – અવિષ્કા ફર્નોન્ડો, મિનોદ ભાનુકા, સદીરા સમરવિક્રમા, પાથુમ નિસનકા, દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા, વાનિંદુ હસરંગા, રમેશ મેન્ડિસ, ચમિકા કરુણારત્ને, અકિલા ધનંજય, દુષ્માંતા ચમીરા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures