- ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલ નંગ-૯૧ કિ.રૂ ૩૪,૬૭૧ તથા ગાડી કિ.રૂ ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૩૪,૬૭૧/- ના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી
- પો.અધિ.સા.શ્રી અક્ષયરાજ (IPS) પાટણની પ્રોહી/જુગારની કામગીરી કરવા સારૂ કરેલ સુચના આધારે તથા ના.પો.અધિ.સા. રાધનપુર શ્રી એચ.કે.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.ભટ્ટ તથા અ.હેઙ.કો. અબ્દુલકૈયુમ મીરસાબખાન તથા અ.પો.કોન્સ.વિજયભાઇ લગધીરભાઇ તથા અ.પો.કોન્સ. પ્રવિણજી ગુલાજી તથા આ.પો.કો. બીપીનભાઈ વજુભાઈ આ.પો.કોન્સ વિજયકુમાર જસવંતલાલ વિગેરે માસણો હારીજ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.
- દરમ્યાન અ.હેડ.કો. અબ્દુલકૈયુમ મીરસાબખાન તથા આ.પો.કોન્સ વિજયકુમાર જસવંતલાલને મળેલ સયુકંત બાતમી હકીકત મળેલ કે તંબોળીયા ગામથી વાઘેલ ગામ તરફ જતી નર્મદાની માઇનોર કેનલાના રસ્તે સફેદ કલરની ગાડી નંબર જી.જે ૦૮ આર ૬૯૭૫ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી જે ગાડી કેનાલના રસ્તે આવી રહેલ છે જે હકિકત આધારે પંચો સાથે નાકાબંધી કરી ગાડી નંબર જી.જે ૦૮ આર ૬૯૭૫ સાથે
- (૧) રાઠોડ હિમતસિંહ દિપસિંહ રહે રહે દિયોદર ગણપતિ મંદીર નજીક તા દિયોદર જી બનસાકાંઠા
- (૨) નાગોરી અહેમદભાઇ કરીમભાઇ રહે ચંદોડા તા બેચરાજી જી મહેસાણા
- આ બન્ને જણને પકડી પાડી ગાડીની પાછળની સીટની પાછળ સિસ્ટમથી બનાવેલ ખાનામાં રાખેલ ગે.કા.વગર પાસપરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ મીલીની બોટલ નંગ-૯૧ કી.રૂ.૩૪,૬૭૧/- તથા વેરીટો ગાડી કિ.રૂ ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૨,૩૪,૬૭૧/- ના મુદામાલ સાથે પકડી પાડી સદરી બન્ને ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે તા.૨૪/૧૧/૨૦૧૯
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.