પાટણ શહેરના મુખ્ય બજારના માર્ગો પર અડચણરુપ અને ટ્રાફિકની સમસ્યા સર્જતી લારીઓ પાટણ નગરપાલિકા દવારા ડીટેઈન કરવામાં આવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ સહિત પક્ષાના નેતા દવારા મુખ્ય બજાર માર્ગો પર ફરીને સૂચના આપી હતી કે આડેધડ ઉભી રહેતી લારીઓના કારણે સજર્ાતી ટ્રાફિક સમસ્યાઓને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજય સરકારે શહેરી વિસ્તારોમાં માર્ગો પર આડેધડ ઉભી રહેતી લારીઓના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓને ધ્યાને લઈને તેને હટાવવાનો નિર્ણય કરાયો હોવાથી શહેરમાં પણ વેપારીઓ અને નાગરીકોની રજૂઆતના પગલે શહેરના મુખ્યમાર્ગ પર ઉભી રહેતી લારીઓને દૂર કરવા માટે નગરપાલિકા તંત્રએ પ્રમુખ- ઉપપ્રમુખ- પક્ષના નેતા સહિતની ટીમે શહેરના મુખ્ય બજારોમાં પાલિકાના વાહનોમાં ફરીને માઈક દવારા શહેરના બજારના માર્ગો પર ઉભા રહેતા લારીઓ વાળાઓને પોતાની લારીઓ અડચણરુપ ન બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે રીતે ઉભી રાખવા સૂચના આપવાની સાથે સૂચનનું પાલન ન કરનારાઓની લારીઓ કબજે લઈને કાર્યવાહી કરવામાં આવવાનું પાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.