Ahmedabad

Ahmedabad

પોલીસે મહામારીને પગલે અમદાવાદ (Ahmedabad) ના વિવિધ પાર્ટી પ્લટો, ક્લબો અને ફાર્મ હાઉસ પર બંદોબસ્ત સાથે પેટ્રોલિંગની તૈયારી કરી છે. શહેરભરમાં અંદાજે 4000 જેટલા પોલીસો ફરજ બજાવશે. ઉપરાંત શહેરમાં પ્રવેશવાના 28 પોઈન્ટ પર પોલીસે સઘન ચેકિંગની વ્યવસ્થા કરી છે.

ચેકિંગ દરમિયાન નશો કરીને નિકળનારાને કોરોના મહામારીના કારણે તપાસવા માટે આ વખતે પોલીસ કર્મી મોં સૂંઘીને તેમજ બ્રેથ એનેલાઈઝર્સનો પણ ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. જેથી નશો કર્યો હોવાની આશંકા પણ પડશે તો તે દરેક વ્યક્તિને હોસ્પિટલમાં બ્લડ આલ્કોહોલ ટેસ્ટ માટે સોલા અથવા અસારવા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. ત્યારબાદ ત્યાં રિપોર્ટ મુજબ જ આગળની કાર્યવાહી થશે.

આ પણ જુઓ : હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં પરિપત્ર જાહેર કરીને એલર્ટ અપાયું

રાત્રે 9 વાગ્યા પછી શહેરમાં કરફ્યુનો અમલ શરૂ થતો હોવાથી પોલીસે વિશેષ પેટ્રોલિંગની વ્યવસ્થા કરી છે. જો કોઈપણ વ્યક્તિ આવશ્યક કારણ વગર બહાર નીકળી હશે તો તેની વિરૃધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે. શહેરમાં બપોરે કે રાત્રે ક્યાંય પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા દેવાશે નહી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024