Gandhinagar

Gandhinagar

ગુજરાત ગાંધીનગર (Gandhinagar) માં દેશનું પહેલું હાઈટેક રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં નિર્માણ પામી રહેલાં આધુનિક રેલવે સ્ટેશનની ઉપર ફાઈવ સ્ટાર હોટેલ ઉભી કરવામાં આવી છે.

ગાંધીનગરનું આ રેલવે સ્ટેશન દેશભરનું અત્યાર સુધીનું સૌથી આધુનિક રેલવે સ્ટેશન છે. અને સ્ટેશનની બરાબર ઉપર જ 300 રૂમની ફાઈવસ્ટાર હોટલ બની રહી છે. શક્યતા છે વાઈબ્રન્ટ ગુજરાત 2021ના સમિટમાં આ હોટલ કમ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 

Gandhinagar

આ પણ જુઓ : અમદાવાદમાં પ્રવેશવાના 28 પોઈન્ટ પર સઘન ચેકિંગની વ્યવસ્થા

સ્ટેશનની ઉપર ફાઈવ સ્ટાર હોટલમાં અંદાજિત 300 રૂમ હશે. ભારતમાં પ્રથમ વખત એક રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ પણ તૈયાર કરાયો છે. જ્યારે સ્ટેશન પર મેડિકલ વ્યવસ્થા, નાના બાળકો માટે ફિડિંગ રૂમ તૈયાર કરાયો છે. ઉપરાંત આખુ સ્ટેશન સીસીટીવી કેમેરાથી સજ્જ છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.