દાહોદનાં હેલ્થ વેલનેસ સેન્ટર , રાબડાલ ખાતે આંતરરાષ્ટ્રીય મિડવાઇફ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં ૫૫ જેટલી સગર્ભા મહિલાઓને ગાયત્રી પરિવારના સહયોગથી ગર્ભ સંસ્કાર પરંપરાનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.આર. પટેલ સહિતના અધિકારીઓ તેમજ ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
મિડવાઇફ એ એક આરોગ્ય પ્રોફેશનલ છે. જે ગર્ભાવસ્થા, પ્રસુતિ અને જન્મ આપવા દરમિયાન સગર્ભાને મદદ કરી પોતાની સ્કીલથી આવનારા જોખમ ઓછા કરી નોર્મલ પ્રસૃતિ કરાવે છે. તેમજ મોટા જોખમ હોય તો સ્પેશ્યાલીટી હાયર સેન્ટર ખાતે પણ મોકલવામાં આવે છે. અહીંના રાબડલ ખાતેના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના મિડવાઇફ તરીકે પ્રદીપ પંચાલ ફરજ બજાવે છે. અહીંના સેન્ટર ખાતે આદર્શ નવજીવન કક્ષ – ડીલીવરી રૂમ બનાવાયો છે. જયા આદર્શ પ્રસૃતિ સેવાઓ રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ છે. આ સેન્ટર ઉપર એનપીએમ દ્વારા જોડિયા બાળકો, ઉંધા બાળકો, નાના જોખમો સાથે આવતી સગર્ભા મહિલાઓને નોર્મલ પ્રસૃતિ કરાવાય છે. તેમજ નવજાત શિશુઓને પણ યોગ્ય સારવાર થકી નવજીવન અપાય છે.
અહીંના સેન્ટર ખાતે સગર્ભા માતા અને નવજાત શીશુંઓની આરોગ્ય સારસંભાળ, રસીકરણ, કુંટુંબ કલ્યાણને લગતી સેવાઓ, સામાન્ય રોગોની સારવાર સહિતની વિવિધ આરોગ્ય સુવિધાઓ સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ છે. આજના કાર્યક્રમમાં ડો. રાકેશ વુહાનીયા, ટીએચઓ ડો. ભગીરથ બામણીયા, એમઓ ડો. અવિનાશ ડામોર તેમજ સરપંચ ગંગાબેન નિનામા તેમજ લાભાર્થી સગર્ભા માતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.