Red corner notice
ભારતમાં નીરવ મોદી પર મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે કોરોડો રુપિયાનું ફ્રોડ કર્યુ હતું. ત્યારબાદ તે વિદેશ ભાગી ગયો છે અને ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે. ત્યારબાદ નીરવ મોદીની પત્ની સામે પણ ઇન્ટરપોલે (આંતરરાષ્ટ્રીય પોલિસ સંગઠન) રેડ કોર્નર નોટિસ (Red corner notice) જાહેર કરી છે.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : પુલવામા કેસમાં NIAએ 13500 પાનાની ચાર્જશીટ દાખલ કરી
ભારતમાં તો પહેલાથી જ નીરવ મોદીની પત્ની સામે મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ (Red corner notice) એટલે કે અપરાધીની આંતરરાષ્ટ્રીય ધરપકડની કામગીરી શરુ થઇ જશે. આ પહેલા ઇન્ટર પોલે નીરવ મોદી, તેના ભાઇ નેહલ અને બહેન પૂર્વી સામે પણ નોટિસ જાહેર કરી છે.
આ પણ જુઓ : Indian Navy ની તાકાત વધારવા સ્વદેશી સબમરીન INS કરંજ થશે સામેલ
નીરવ મોદી અત્યારે બ્રિટનમાં છે. બ્રિટનની કોર્ટમાં તેના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. આ પહેલા જુલાઇ મહિનામાં કોર્ટે બ્રિટનમાં નીરવ મોદીની અટકાયત 6 ઓગષ્ટ સુધી લંબાવી હતી. 6 ઓગષ્ટના દિવસે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નીરવ મોદીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેની કસ્ટડીને 27 ઓગષ્ટ સુધી વધારી દેવામાં આવી છે. નીરવ મોદીના પ્રત્યારર્પણ અંગેની સુનવણી હવે બ્રિટનમાં સપ્ટેમ્બર મહિનાથી શરુ થનાર છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.