Indian Navy

Indian Navy

ભારતની તાકાત વધારવા હવે એક નવી સબમરીન સામેલ થવા જય રહી છે. ભારતમાં બની રહેલી આ કલવરી ક્લાસની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજના 4-5 મહિનામાં નૌસેના (Indian Navy)માં સામેલ થવાની સંભાવના છે. કરંજને 2018માં સમુદ્રના પરીક્ષણો માટે મોકલવામાં આવી હતી અને સૂત્રો અનુસાર આ પરીક્ષણ સફળ થયા છે. આ ક્લાસની ચોથી સબમરીન આઈએનએસ વેલા પણ આગામી વર્ષના અંત સુધી નૌસેના (Indian Navy)માં સામેલ થઈ જશે.

આ પણ જુઓ : Unlock 4.0 દરમિયાન સ્કૂલ, કોલેજ માટે જાહેર થઇ શકે છે આ નવી ગાઇડલાઇન

કલવરી ક્લાસની કુલ 6 સબમરીનનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડૉક લિમિટેડમાં કરવામાં આવી રહ્યુ છે. આ સબમરીન સમુદ્રની અંદર 37 કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલી શકે છે. આ સબમરીન સમુદ્રમાં 50 દિવસ સુધી રહી શકે છે અને એકવારમાં 12000 કિમી સુધીની યાત્રા કરી શકે છે. જેમાં 8 ઓફિસર અને 35 નૌસૈનિક કામ કરે છે અને આ સમુદ્રની અંદર 350 મીટર સુધી ડાઈવ લગાવી શકે છે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : પુલવામા કેસમાં NIAએ 13500 પાનાની ચાર્જશીટ દાખલ કરી

આ સબમરીનમાં સમુદ્રની અંદર કોઈ સબમરીન અથવા સમુદ્રની સપાટી પર કોઈ જહાજને તબાહ કરવા માટે ટોરપિડો હોય છે. આ સિવાય, આ સમુદ્રમાં લેન્ડમાઇન્સ પણ બિછાવી શકે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024