Investment
બાળકોના ભવિષ્યને સિક્યોર કરવા જેવી બાબતોને લઈને અનેક પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ (Investment) કરીએ છીએ. તમારી સાથે બાળકોના ભવિષ્યને સિક્યોર કરવા માટે તમે આ 3 સ્કીમમાં રોકાણ કરી શકો છો. જ્યારે તમે બાળકો માટે રોકાણ કરો છો ત્યારે આડેધડ નિર્ણય લેવાના બદલે શાંત મનથી પ્લાનિંગ કરવો જોઈએ. તેનાથી તમે આવનારા સમયમાં તમારા બાળકની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકશો.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF)
બાળકના નામે PPF ખાતું તેમના માતા, પિતા ખોલાવી શકે છે. 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના PPF એકાઉન્ટ ખોલી શકાય છે. તમે બાળકો માટે સારું ભવિષ્ય ફંડ PPF ની મદદથી એકઠું કરી શકો છો. પીપીએફ ખાતાનો મેચ્યોરીટી સમય 15 વર્ષનો છે. અહીં તમે વર્ષે 1.50 લાખનું રોકાણ કરી શકો છો. જો તમારે 2 બાળકો છે તો તમે અલગ અલગ PPF ખાતું ખોલીને 3 લાખ સુધીનું રોકાણ (Investment) કરી શકો છો. તો 15 વર્ષ બાદ ખાતામાંથી આખી રકમ એકસાથે કાઢી શકો છો. આ પછી 5-5 વર્ષ માટે તેને વધારી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવી શકાય છે. યોજનાના આધારે વાર્ષિક વધારેમાં વધારે 1.50 લાખ રૂપિયા જમા કરી શકાય છે. આ યોજનાના અંતર્ગત 10 વર્ષની ઉંમર સુધીની દીકરીના માતા પિતા કે કાનૂની માતાપિતા આ SSY ખાતું ખોલાવી શકે છે. SSY ખાતું કોઈ પણ સરકારી બેંક અને પોસ્ટ ઓફિસ બ્રાંચમાં ખોલી શકાય છે. અત્યારે તેનો વ્યાજ દર 7.6 ટકા છે. ખાતું ખોલ્યાના 15 વર્ષ પૂરા થતાં સુધી અહીં રોકાણ કરવાનું રહે છે. પરંતુ ખાતાના 21 વર્ષ પૂરા થશે ત્યારે ખાતું મેચ્યોર થશે. તથા 15 વર્ષ પૂરા કર્યા બાદ 21 વર્ષ સુધી એ ખાતમાં તે સમયના વ્યાજદરના આધારે રૂપિયા જોડાતા રહેશે.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (ETF)
મ્યુચ્યુઅલ ફંડમાં તમે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનની મદદથી કિસ્તમાં રોકાણ કરી શકો છો. ETF કોઈ પણ અન્ય રોકાણ વિકલ્પની સરખામણીએ લોન્ગ ટર્મમાં વધારે રિટર્ન આપે છે. બાળકની જરૂરિયાત માટે જો 10 વર્ષ બાદ પણ રૂપિયાની જરૂર છે તો રોકાણ લાર્જકેપ ફંડમાં કરી શકાય છે. તેમજ જો તમે પ્રોફેશનલ સલાહકારની મદદ લો છો તો મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય સુધી રોકાણ (Investment) થી લાભની શક્યતા વધે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.