Investor
રોકાણ કરવા માટેની સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન Mutual Fund એક સારી રીત છે. તેના દ્વારા રોકાણકારો (Investor) દર મહિને એક નિશ્ચિત રકમ રોકીને સારું રિટર્ન મેળવી શકે છે. આમાં લોકો મોટી રકમ ના હોવા પર પણ દર મહિને નાની રકમથી પણ રોકાણ કરી શકે છે.
તમારે આ પ્લાનમાં ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમરથી જ રોકાણ શરૂ કરવાનું રહેશે. આ સાથે જ આ સ્કીમમાં રોકાણ કરવા પર લોકોને ટેક્સમાં પણ છૂટ મળશે. આ રીતે તમને ઇનકમ ટેક્સમાં દર વર્ષે 1.50 લાખની બચત થશે. તથા આવા રોકાણકારો (Investor) માટે, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં એક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં ઇક્વિટી એક્સપોઝર આપવામાં મદદ કરશે.
કાર્તિક ઝવેરી, ડિરેક્ટર – ટ્રાન્સજેંડ કંસલ્ટેન્ટ્સે ઈએલએસએસ મ્યુચ્યુલ ફંડ્સ એસઆઈપી વિષે જણાવતા કહ્યું કે, “લાંબાગાળા માટે ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી એક સારું રોકાણ ઑપ્શન છે, કારણકે તેનાથી રોકાણકારને વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીની કલમ 80 સી અંતર્ગત ટેક્સ લાભ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. તેમજ જો સમય 10-15 વર્ષની આસપાસ હોય તો, તે ઓછામાં ઓછું 12 ટકા રિટર્ન આપે છે. જોકે રોકાણની લિમિટ 25-30 વર્ષ સુધી છે, તો કોઈ પણ ઓછામાં ઓછા 15 ટકા રિટર્ન મળવાની આશા કરી શકે છે.”
દાખલા તરીકે, કોઈ એક ઇન્વેસ્ટર (Investor) 30 વર્ષની ઉંમરમાં ઇક્વિટી મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરીને ટેક્સ બચાવવા ઇચ્છે છે. તો રોકાણકાર નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા ટેક્સના લાભનો દાવો કરવા માટે તે દર મહિને 12,500 રૂપિયાનો ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી શરૂ કરી શકે છે. આ સ્થિતિમાં જો રોકાણકાર 30 વર્ષ સુધી આવું કરે છે તો તેની પરિપક્વતા રકમ 8,76,22,758 રૂપિયા હશે, તો તેનું શુદ્ધ રોકાણ 45 લાખ રૂપિયા થશે અને મળતુ શુદ્ધ વ્યાજ 8,31,22,758 રૂપિયા હશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.