આ ત્રણ બેન્કમાં ખાતુ ધરાવનાર ગ્રાહકો માટે આવી આ ખુશખબર

Banks
- Advertisement -

This browser does not support the video element.

Banks

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ આ 3 બેંકે (Banks) ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ ત્રણ બેન્કો (Banks) એ તેમના ગ્રાહકોને ભેટ આપી છે. આજથી આ 3 બેંકના નવા દરો લાગુ કરવામાં આવી રહ્યા છે.

સરકારી બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB-Indian Overseas Bank) એ એમસીએલઆરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. તેમજ બેંકે એક વર્ષ માટેની લોન પરના વ્યાજ દરને 7.65 ટકાથી ઘટાડીને 7.55 ટકા કર્યો છે. તથા આ દર ગુરુવારથી અમલમાં આવ્યો છે.

યુકો બેંકે મુખ્ય લોન વ્યાજ દર (એમસીએલઆર) માં વ્યાજ દર ઘટાડીને 0.05 ટકા કર્યો છે. તેમજ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પછી એક વર્ષના સમયગાળા માટેના લોન પરના દર 7.40 ટકાથી ઘટીને 7.35 ટકા થઈ ગયા છે. જો કે, આ કપાત અન્ય તમામ ટર્મ લોન માટે સમાનરૂપે લાગુ થશે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ મુખ્ય લોન વ્યાજ દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. તેના નવા દરો શુક્રવારથી અમલમાં આવ્યા છે. બેંકના જણાવ્યા અનુસાર, એક વર્ષના કાર્યકાળની લોન પર એમસીએલઆર 7.25 ટકાથી ઘટાડીને 7.20 ટકા કરવામાં આવી છે. એ જ રીતે, એક દિવસ અને એક મહિનાની લોન પર બાદ કર્યા બાદ વ્યાજ દર ઘટાડીને 6.75 ટકા કરવામાં આવ્યો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.