મેટ ગાલા 2019માં પહોંચી ઇશા અંબાણી, બૉલીવુડની હિરોઈનને ટક્કર આપી જુવો તસવીરો.

પોસ્ટ કેવી લાગી?

દુનિયાની નજર ફેશન જગતના પોપ્યુલર ઇવેન્ટ મેટ ગાલા 2019 પર છે. ન્યૂયોર્કમાં થયેલ આ ઇવેન્ટમાં દુનિયાભરના સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પણ જોવા મળી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઇશા અંબાણીએ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ઇશા ખૂબજ સુંદર ગાઉનમાં દેખાઈ હતી. ઇશાના આ લુકે સૌને આકર્ષિત કર્યા. ઇશા અંબાણી એકદમ સિંપલ લુકમાં નજરે આવી હતી. તેઓ લવેંડર ગાઉનમાં નજરે આવી હતી. ઇશાએ આ ગાઉન સાથે લાઇટ મેકઅપ અને લિપસ્ટિક સાથે ડાયમંડ ઇયરરિંગ્સ પહેરી હતી.

ઇશાએ ગયા વર્ષે બિઝનેસમેન આનંદ પીરામલ સાથે શાહી લગ્ન કર્યા હતા. જે મીડિયામાં ઘણા ચર્ચામાં રહ્યા હતા. જોકે આ ઇવેન્ટની વાત કરીએ તો ઇશા અંબાણીનો સિંપલ લુક હોવા છતા બૉલીવુડની હિરોઈન કરતા પણ વધુ આકર્ષિત હતો. આ વખતે મેટ ગાલાની થીમ Camps: Notes on Fashion રાખવામાં આવી હતી. ભારત તરફથી પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ આ ઇવેન્ટનો હિસ્સો બની.

પ્રિયંકા ચોપરાએ સોફ્ટ પેસ્ટલ ગાઉનમાં નજરે આવી હતી. તેના આ ગાઉનમાં પિંક અને યેલો ફેદર લાગેલા હતા. પ્રિયંકા ચોપરાનો લુક સૌને હેરાન કરે એવો હતો. જ્યારે બીજી તરફ દીપિકા પાદુકોણ પણ પિંક કલરના સ્ટ્રેપલેસ ગાઉનમાં નજરે આવી હતી. તેનો આ ગાઉન 3ડી પ્રિંટેડ પીસને જોડીને બનાવવામાં આવ્યો હતો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures