Israel

Israel

દેશમાં કોરોના વાયરસના સંક્ર્મણનો આંકડો સતત વધી રહ્યો છે. જેમાં 5 દિવસથી કોરોનાના કેસ 60 હજારની ઉપર પહોંચી ગયા છે. આ મહામારીમાં ઈઝરાયલે (Israel) એઈમ્સને ભારતને એક મોટી ભેટ આપી છે. ઈઝરાયલે એક એવો રોબોટ આપ્યો જે માત્ર દૂરથી દર્દીઓનું ચેકઅપ કરી શકે છે. તેની સાથે જ સારવારમાં પણ મદદ કરી શકે છે. ઈઝરાયલના રાજદૂત ડૉ. રોન મલ્કાએ દિલ્લીના એઈમ્સ ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાને આ રોબોટને સોંપ્યા છે.

ઈઝરાયલ (Israel)ના રાજદૂત ડૉ. રોન મલ્કાએ જણાવ્યું હતું કે covid-19 સામે જંગમાં ભારત સાથે સહયોગમાં આ એક માઈલ સ્ટોન છે. નવી દિલ્લીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝને ઈઝરાયલી દૂતાવાસ તરફથી AIP આધારિત ટેકનોલોજી અને ઉપકરણ આપવામાં આવી રહી છે. ઈઝરાયલે સૌપ્રથમ કોરોના મહામારી દરમિયાન પોતાના દેશમાં રોબોટનું સફળ પરીક્ષણ કર્યું હતું. અને કોરોનાની તપાસમાં મદદ લીધી હતી. ત્યારબાદ હવે આ રોબોટની સેવાનો લાભ દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં લઈ શકાશે. 

આ પણ જુઓ : Rajiv Tyagi : કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું TV ડિબેટે બાદ કાર્ડિયાક અરેસ્ટથી અવસાન

ભારત કોરોનાની મહામારી દરમિયાન ઘણા દેશોને મદદ કરી રહ્યો છે. ભારતે ઈઝરાયલને દવા આપીને મદદ કરી હતી જેના બદલામાં ઈઝરાયલે આ રોબોટ ભારતને સોંપ્યા છે. આ રોબોટ કોરોના મહામારી દરમિયાન અને તેના પછી પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ રોબોટની મદદથી દર્દીનું ડાયગ્નોસીસ અને સારાવર દૂરથી જ કરી શકાશે. જેનો ઉપયોગ ભારતના બીજા ભાગોમાં પણ કરી શકાશે. ઈઝરાયલે ભારતને માત્ર આ રોબોટની સાથે ઈઝી ટુ યૂઝ ટચ સ્ક્રીન તપાસ મશીન ટ્વીટો પ્રો પણ આપ્યું છે. આ મશીન દ્વારા કાનની તસવીર મોંની તસવીર, હ્રદયની કંડીશન, સ્કીનની તસવીર, ફેફસાંની તસવીર, પેટની બીમારી, શરીરનું તાપમાન અને હાર્ટ બીટની ગણતરી કરી શકાશે.

આ પણ જુઓ : Taxpayers માટે પીએમ મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, જાણો વિશેષતા

એટલું જ નહિ ઈઝરાયલે આ સિવાય પહેલાથી બીમારી બતાવનારું મશીન અર્લી સેન્સ પણ ભેટમાં આપ્યું છે. આ મશીન દર્દીના શરીરમાં થનારા ફેરફારોને પહેલા બતાવી દેશે. ઉપરાંત એસન્સ નામના ઉપકરણ પણ સોંપ્યા છે. જેની મદદથી ઈમરજન્સી કેસમાં નજીકના ડોક્ટરોને જાતે કોલ કરશે. હાલ આ ઉપકરણોની ટ્રાયલ દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં કરવામાં આવશે અને જો આ ટ્રાયલ સફળ રહી તો પછી અન્ય હોસ્પિટલોમાં પણ તેની મદદ લઈ શકાશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024