Rajiv Tyagi

Rajiv Tyagi

ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)ના પ્રવક્તા રાજીવ ત્યાગી (Rajiv Tyagi)નું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થઈ ગયું છે. બુધવાર સાંજે એક ટીવી ડિબેટમાં ભાગ લીધા બાદ તેમને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવતા પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. ત્યાં ડૉકટર્સે દ્વારા લગભગ 45 મિનિટ સુધી બચાવાની કોશિષ કરી, પરંતુ સારવાર દરમિયાન તેમનું થોડા જ સમયમાં અવસાન થઈ ગયું. કોંગ્રેસના સચિવ ડૉ વિનીત પુનિયાએ તેમના અવસાનની જાણકારી આપી.

રાજીવ ત્યાગીએ બુધવારે સાંજે આશરે પોણા ચાર વાગ્યે પોતાના ટ્વીટર એકાઉન્ટથી એક ટ્વીટ કરી હતી.

યશોદા હોસ્પિટલના ડૉક્ટર્સના મતે રાજીવ ત્યાગી ડીબેટ દરમ્યાન જ અચાનક પડી ગયા હતા. રાજીવ ત્યાગીને બેભાન જોઇ તેમના ઘરવાળાઓ કાર્ડિયાક મસાજ અને સીપીઆર આપ્યું. ત્યારબાદ અંદાજે 6.30 વાગ્યે તેમને હોસ્પિટલ લઇ ગયા. હોસ્પિટલ પહોંચ્યા તે દરમિયાન તેમને ભાન નહતું. બીપી અને પલ્સ પણ નહોતા. ત્યારબાદ તેમની સારવાર એડવાન્સ કાર્ડિયાક લાઇફ પ્રોટોકોલની અંતર્ગત શરૂ કરાઈ. ત્યાં ડોક્ટર્સ દ્વારા 45 મિનિટ સુધી બચાવ માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. પરંતુ તે સફળ ના થયા.

આ પણ જુઓ : Bengaluru હિંસા મામલે કર્ણાટક સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આપ્યો આદેશ, જાણો સમગ્ર મામલો

આ પણ જુઓ : Tax : ઈમાનદારીપૂર્વક ટેક્સ ચુકવનારા માટે પીએમ મોદી શરૂ કરશે આ યોજના

ભાજપ નેતા સંબિત પાત્રાએ લખ્યું કે, ‘વિશ્વાસ નથી થઈ રહ્યો કે, કોંગ્રેસના મારા પ્રવક્તા મિત્ર રાજીવ ત્યાગી અમારી સાથે નથી. આજે 5 વાગ્યે અમે સાંજે ડિબેટ પણ કરી હતી. જીવન ખૂબ જ અનિશ્ચિત છે. હજુ પણ શબ્દો નથી મળી રહ્યા. હે ગોવિંદ, રાજીવજીને પોતાના ચરણોમાં સ્થાન આપજો.’

રાજીવ ત્યાગીને ટીવી જગતમાં પોતાની વાત ખુલીને રજૂ કરવા માટે ઓળખવામાં આવતા હતા.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024