- જેલ ભરો આંદોલનમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના આગેવાનો તેમજ કાર્યકરો આવ્યા રોડ પર
- સુજનીપુર સબ જેલ બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો
- પોલીસે મોટી સંખ્યામાં કાર્યકરોની કરી અટકાયત
- વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં આજરોજ આપવામાં આવ્યો હતો જેલ ભરો આંદોલન કાર્યક્રમ
- સુજનીપુર માર્ગથી સબ જેલ જવાનાં માર્ગ પર અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યો ભારે હંગામો
આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી… ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી ના સૂત્રોચ્ચાર સાથે અર્બુદા સેનાના આગેવાનો, કાર્યકરો દ્વારા સુજનીપુર સબજેલ રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
અર્બુદા સેનાના આગેવાનો અને કાર્યકરોએ સુજનીપુર ચોકડીથી સૂત્રોચ્ચાર કરતાં કરતાં સુજનીપુર સબજેલ નજીક આવી રસ્તામાં બેસીને સુત્રોચાર કરી રસ્તો બ્લોક કર્યો હતો.
ત્યારે મોટી સંખ્યામાં ખડકાયેલ પોલીસે અર્બુદા સેનાના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ધારાસભ્ય કિરીટ પટેલે સુજનીપુર સબજેલ નજીક હાજરી આપી હતી.
સબ જેલ જવાના બંને તરફના રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
અર્બુદા સેનાના અનેક લોકોને પોલીસે ખોટી રીતે માર્ગમાં અટકાયત કરી હોવાનું અર્બુદા સેનાના આગેવાનોએ આરોપ લગાવ્યો હતો.
વિપુલ ચૌધરી ની ધરપકડ કરી છે તો અમને પણ ધરપકડ કરીને જેલમાં પૂરો… એવા એક સૂર સાથે અર્બુદા સેનાના આગેવાનોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવાનો અર્બુદા સેનાએ સંકલ્પ પણ કર્યો હતો.