Patan

Patan

માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કલાકારો કોરોના વિષે જાગૃતિને લઇ અદભુત કાર્ય કરી રહ્યા છે. કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફીલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુરના ઉત્તર ગુજરાત ઝોન અધિકારીશ્રી જે. ડી ચૌધરી એ કોવિડ વિજય રથ અંગે માહિતી આપતાં આ વાત જણાવી હતી. આ અભિયાન દ્વારા કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવી રહી છે.

ઉત્તર ગુજરાત ઝોનના રથનો બનાસકાંઠા જિલ્લા બાદ હવે પાટણ જિલ્લામાં આજે છેલ્લો દિવસ છે ત્યારે પાટણ (Patan) જિલ્લાના સિદ્ધપુર મુકામેથી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) ચેરમેનશ્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે લીલીઝંડી આપી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પરીસરમાંથી પ્રસ્થાન થયું હતું. આ પ્રસંગે ફીલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુર ના ઉત્તર ગુજરાત ઝોન અધિકારી શ્રી જે.ડી ચૌધરી તેમજ યુનિવર્સિટી હોદ્દેદારો , અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો એ રથ પ્રસ્થાનના પ્રસંગે કોવિડ વિજય રથ દ્વારા જનજન સુધી જાગૃતતા સંદેશ ફેલવવાના અભિયાનની પ્રસંશા કરી હતી.

માનનીય શ્રી બળવંત સિંહ રાજપૂત એ આ સેવાકાર્ય ની પ્રશંસા કરતા જણાવ્યું કે કોરોનાને હરાવવાનો એક માત્ર ઉપાય સાવચેતી અને લોક જાગૃતતા છે. લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ ખરેખર સરાહનીય છે, કોવિડ વિજય રથ દ્વારા મફત મા હોમિયોપેથીક તેમજ આયુર્વેદિક દવાઓ, માસ્ક વિતરણ દ્વારા ખરેખર અદભૂત સેવાકીય કાર્ય કરી રહ્યા છે આ માટે આખી ટીમ ને અભિનંદન પાઠવું છું.

Patan

આ પણ જુઓ : પાટણમાંથી 20 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે થી શરૂ થયેલ આ રથ કાકોશી ચાર રસ્તા, દેથળી ચોકડી, જાપલીપોલ ટાવર એરિયા, સિવિલ, બિંદુ સરોવર તેમજ ખળી ચાર રસ્તા જેવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ફરી જાગૃતિ સંદેશ ફેલાવી રહ્યો છે. સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક, જાદુ વગેરે દ્વારા ખૂબજ સહજ રીતે અને સમજી શકાય તેવી હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે.

આ પણ જુઓ : પત્નીને કહ્યું મને કોરોના થયો છે, દોઢ મહિના બાદ પ્રેમિકા સાથે મળ્યો

રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલએ પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવ્યો છે.

આવનાર દિવસોમાં આ રથ ઊંઝા શહેર બાદ તેના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને મહેસાણા જિલ્લા ના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઇ સાબરકાંઠા ખાતે રવાના થશે. 7 સપ્ટેમ્બરથી શરુ થયેલ કુલ 44 દિવસનું કોવિડ વિજય રથનું આ જન જાગૃતિ અભિયાન આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આજ રીતે અવિરત આગળ વધતું રહેશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024