Japan
જાપાન (Japan) સરકારે 28 ડિસેમ્બરથી બહારથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. પીએમ યોશિદે સુગાએ દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે દેશમાં ફક્ત જાપાની નાગરિકોને જ પ્રવેશ મળશે. બીજા દેશના નાગરિકોને પાછા મોકલી દેવાશે. આ પ્રતિબંધ 28 ડિસેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી મૂકવામાં આવ્યો છે. શનિવારે જાપાનના સ્થાનિક મીડિયાએ આ અંગે જાણકારી આપી.
આ પણ જુઓ : માઇક્લ જેકસનની કેલિફોર્નિયા સ્થિત નેવરલેન્ડ રેન્ચ રૂ.161 કરોડમાં વેંચાઇ
યુકેમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ સતત વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ જાપાનમાં બે આવા કેસ સામે આવ્યા છે. જે નવા કોરોના સ્ટ્રેનથી સંક્રમિત હતા. અત્યાર સુધી દેશમાં કુલ સાત કેસ આવ્યા હોવાની સૂચના છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.