Shinzo Abe
શુક્રવારે જાપાનના વડાપ્રધાન શિન્જો આબે (Shinzo Abe)એ પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ અગાઉ, જાપાની મીડિયા નેશનલ બ્રોડકાસ્ટર NHKએ કહ્યું હતું કે શિન્જો આબે લાંબા સમયથી બીમાર છે. થોડા સમય પહેલા જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેઓ કામ પર ધ્યાન નથી આપી શકતા. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2021 સુધીનો છે.
આ પણ જુઓ : CRPF જવાને દારૂના નશામાં અંધાધૂંધ ફાયરિંગ કરતા બાળકને વાગી ગોળી
Shinzo Abe resigns as Japan’s Prime Minister, reports news agency Reuters. https://t.co/ZiZAqieyQW
— ANI (@ANI) August 28, 2020
આ પણ જુઓ : University ની ફાઇનલ યરની પરીક્ષાને લઇ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
શિન્જો આબે એક સપ્તાહની અંદર બે વાર હૉસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસની મહામારી સામે યોગ્ય રીતે પગલાં નહીં લેવાને કારણે શિન્જો આબેની લોકપ્રિયતામાં પણ લગભગ 30 ટકાનો ઘટાડો આવ્યો છે. ગત સોમવારે જ શિન્જો આબેએ પોતાના કાર્યકાળના 8 વર્ષ પૂરા કર્યા છે. જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ તેમના નામે થઈ ગયો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.