અંબાજી પાસેના ત્રિશુળીયા ઘાટ પાસે પીકઅપ ડાલાની બ્રેક અચાનક ફેઈલ થતાં ગાડી પલટી મારી ગઈ હતી. જેમાં 9 જેટલા શ્રદ્ધાળુંઓના મોત નિપજ્યા હતા. વડગામના ભલગામથી અંબાજી દર્શન કરીને તેઓ પરત ફરતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે 108ની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને પાલનપુર અને દાંતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જીપની બ્રેક ફેઈલ થઈ જતા, જીપ પલ્ટી મારી ગઈ. કહેવાય છે કે, જીપમાં લગભગ 25 જેટલા લોકો બેસાડવામાં આવ્યા હતા. જેમાંથી સાત લોકોના તો સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે.

રાજ્ય સહિત દેશભરમાં રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ રોડ અકસ્માતની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. આવી જ વધુ એક ગંભીર રોડ અકસ્માતની ઘટના અંબાજી રોડ પરથી સામે છે. જેમાં 9 વ્યક્તિના મોત થયા છે, અને 26થી વધુ લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજીના ત્રીશુળીયા ઘાટ પર એક ગંભીર અક્સમાત સર્જાયુ હોવાનું સામે આવ્યું છે. એક પેસેન્જર જીપ પલટી મારતા સ્થળ પર જ 9 લોકોના મોત થયા છે. જ્યારે 26થી વધુ લોકો ઘાયલ થયા છે.

સૂત્ર અનુસાર, જીપ જ્યારે પેસેન્જર ભરી અંબાજી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જીપની બ્રેક ફેઈલ થઈ જતા, જીપ પલ્ટી મારી ગઈ. કહેવાય છે કે, જીપમાં લગભગ 25 જેટલા લોકો બેસાડવામાં આવ્યા હતા, જેમાંથી 9 લોકોના તો સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે.

અકસ્માતની જાણ થતા જ એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ઘાયલ લોકોને સારવાર માટે તત્કાલીન નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. પોલીસ ટીમ કેવી રીતે અકસ્માત સર્જાયો તેની પૂછપરછ કરી રહી છે, સાથે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે કાર્યવાહી કરી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.