રાધનપુર નેશનલ હાઈવે પર ટેલર નીચે બાઈક ઘૂસી ગયું, અકસ્માતમાં બાઇક ઉપર બે ઈસમો હતા સવાર
Radhanpur National Highway Par Accident : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નેશનલ હાઇવે નંબર 27 ઉપર ભાભર ત્રણ રસ્તા નજીક ટેલરમાં બાઇક ખુશી જતા સર્જાયો એકસીડન્ટ બાઇક ઉપર જઈ રહેલા બે લોકો ઘાયલ બંનેને સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે 108 મારફતે લઈ જવામાં આવેધ વધુ સારવારની જરૂર પડતા મહેસાણા ખાતે બંનેને ખસેડવામાં આવ્યા હતા. બનાવ ના પગલે હાઈવે માગૅ પર ટ્રાફિકના દ્રશ્ય સર્જાતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ મંગળવારના સવારના સુમારે રાધનપુરના નેશનલ હાઇવે માર્ગ નંબર 27 પરથી પસાર થઈ રહેલા ટેલર ને ઓવરટેક કરવા જતા બાઈક સ્લીપ ખાઈ જતા ટેલર નીચે ઘૂસી ગયું હતુ જોકે ટેલર ચાલકે અચાનક બ્રેક મારી દેતા જાનહાની ટળી હતી.

આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે 108 મારફતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબો એ પ્રાથમિક સારવાર આપી બંને ઈસમો ની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે બંનેને મહેસાણા રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાઇવે પરનો ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટર :- મોહમ્મદ પઠાણ, પાટણ
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ