Jetpur TDO

અધિકારીઓ અને પદ્દાધિકારીઓ બિરાજે છે નવી બિલ્ડીંગમાં.

સરકારી રેકર્ડ પણ જૂની બિલ્ડીંગ રાખીને કરવામાં આવે છે બેદરકારી.

અગાઉ પણ ઘણા વિવાદમાં આવી ચુક્યા છે TDO કુગસિયા.

જેતપુર તાલુકા પંચાયતની જૂની જર્જરિત બિલ્ડીંગમાં લાંબા સમયથી ઘણી કામગીરી ચાલી રહી છે જેમકે બાળ આધાર કાર્ડની કામગીરી, સરકારી રેકર્ડ તેમજ આંગણવાડીના કર્મચારીઓ પણ આ જૂની ખંઢેર ઈમારતમાં બેસે છે. જેને લઈને નાછૂટકે સમાન્ય જનતાએ પોતાના જીવન જોખમે આ બિલ્ડીંગમાં આવવું પડે છે. બાળ આધાર કાર્ડ કઢાવવા માટેની કામગીરી જેતપુર તાલુકા પંચાયતની જૂની બિલ્ડીંગમાં ઘણા સમયથી ચાલે છે. જેને લઈને શહેર અને તાલુકાના લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આ જર્જરિત ઈમારતમાં કામગીરી માટે આવવું પડતું હોય છે. તેમજ તાલુકા પંચાયતનો સરકારી રેકર્ડ પણ પોતાના મલિન ઈરાદા સાથે આ જર્જરિત ઇમારતમાં ટીડીઓ કુગસિયા દ્વારા રાખવામાં આવેલો હોય તેવી પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.

મીડિયા દ્વારા જર્જરિત ઈમારતમાં ચાલતી કામગીરી સામે સવાલો પૂછતાં “ટૂંકમાં થઈ જશે” નું ગાણું ગાતા નજરે આવ્યા ટીડીઓ કુગસિયા.

મીડિયાનું કામ છે લોકોનો અવાજ ઉઠાવવો આ સૂત્રને ધ્યાનમાં રાખીને મીડીયા દ્વારા ટીડીઓ કુગસિયાની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ટીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડા સમયમાં તમામ કામગીરી નવા બિલ્ડીંગમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં લોકોના જાનહાનિના સવાલ અંગે પૂછતાં ટીડીઓ કુગસિયા ગેગેફેફે કરતા નજરે પડયા હતા. હવે લોકોમાં એ સવાલે વેગ પકડ્યો છે કે જો આ તાલુકા પંચાયતની જૂની ખખડધજ બિલ્ડીંગમાં ટીડીઓ કુગસિયા પોતાની ઓફીસ કેમ નથી રાખતા. શા માટે પોતે નવી બિલ્ડીંગના બેસે છે અને લોકો અને બીજા કર્મચારીઓને જૂની બિલ્ડીંગમાં જવા મજબુર કરે છે તે પણ એક લોકચર્ચાનો મુદ્દો બન્યો છે.