jignesh mevani arrest

જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું હતું. આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે.

જિજ્ઞેશ મેવાણીને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને રોડ મારફત અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને મધરાતે વિમાન મારફત આસામ લઈ જવામાં આવ્યા હતા.

ધરપકડ બાદ જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે મને એફઆઈઆરની નકલ આપી નથી, પણ એવું કહ્યું છે કે તમે એક ટ્વીટ કર્યું છે એટલે તમારી સામે કેસ થયો છે, આથી તમારી ધરપકડ કરવામાં આવે છે. ટ્વીટમાં મેં શાંતિની અપીલ કરી હતી. મેં ટ્વીટમાં કહ્યું હતું કે જે પ્રમાણે દેશમાં માહોલ છે, જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં દેશમાં શાંતિ જળવાવી જોઈએ. શાંતિ જાળવી રાખવા બદલ એફઆઈઆર કરવામાં આવે એ વાતની મને નવાઈ લાગે છે. આ સરકારનું વાસ્તવિક ચિત્ર બતાવે છે.

કોંગ્રેસ પ્રદેશ-પ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી હતી. આ મામલે તેમણે કહ્યું હતું કે ‘લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે. ત્યારે ભાજપ તાનાશાહી સરકાર ડરાવી રહી છે, પરંતુ અમે ડરીશું નહિ લડીશું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024