jignesh mevani arrested

બુધવારે મોડી રાતે આસામ પોલીસે (Assam Police) પાલનપુરના સરકિટ હાઉસ ખાતેથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની (MLA Jignesh Mevani arrested) ધરપકડ કરી લીધી હતી. ત્યારે મેવાણીને કોઇ એફઆરઆઈ (FIR) આપવામાં આવી ન હતી. ત્યારે મેવાણીને એટલું જ જણાવાયુ હતુ કે, તમે કરેલી ટ્વિટ અંગે ધરપકડ કરવામાં આવે છે. ત્યારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ હતુ કે, ‘હું કાલે પણ લડતો હતો, આજે પણ લડી રહ્યો છું અને આવતીકાલે પણ લડીશ.’

આસામના અરૂપકુમાર ડેની ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વાંઘાજનક ટ્વિટ કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતુ કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ગોડસે’ની પૂજા કરે છે અને પોતાના ભગવાન માને છે. 20મી એપ્રિલના રોજ ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ગુજરાતના હિંમતનગર, ખંભાતમાં થયેલા કોમી રમખાણો માટે લોકોને જાહેરમાં શાંતિ અને એકતા માટેની અપીલ કરવી જોઇએ.

આસામ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભૂપેન કુમાર બોરાહે કહ્યું, “જિગ્નેશ મેવાણી શરૂઆતથી જ ભાજપના કટ્ટર ટીકાકાર રહ્યા છે. ગુવાહાટીમાં, 12 દિવસમાં 13 હત્યાઓ થઈ છે, જેમાં લોકોને તેમના ઘરની નજીક ગોળી મારવામાં આવી છે અને આસામ પોલીસ તાત્કાલિક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. જોકે તેઓએ ટ્વીટ કરવા બદલ ગુજરાતના એક ધારાસભ્યની તુરંત ધરપકડ કરી લીધી છે. જીગ્નેશ મેવાણીની ષડયંત્ર હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અમે આસામ પોલીસને રાજનીતિના સાધન તરીકે કામ ન કરવા વિનંતી કરીએ છીએ.

ભૂપેન બોરાહે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જીગ્નેશ મેવાણીનો ત્યાં પ્રભાવ છે અને તે પ્રભાવ યથાવત રહેશે. કોંગ્રેસના કેટલાક વકીલો તેમના માટે કોકરાઝાર ગયા છે. અમે, આસામ કોંગ્રેસ, તેને કોઈપણ રીતે મદદ કરીશું. જિગ્નેશ મેવાણી આ બધી યુક્તિઓ પછી ડરશે નહીં, કોંગ્રેસ પાર્ટી પણ ડરશે નહીં. જો આવું થઈ શક્યું હોત તો ભારત આઝાદી ન મેળવી શક્યું હોત”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024