પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લેવાથી પરિવાર દીકરી સામે ભારે નારાજ હોય તે સમજી શકાય તેવી છે. એ તો જેની દીકરી ભાગી ગઈ હોય તે માતાપિતાને ખબર પડે કે કેવી સ્થિતિ થાય છે. દીકરીના ભાગી જવાથી પરિવાર ગમે તેવું પગલું પણ ભરી લેતો હોય છે. રાજસ્થાનના (Rajasthan) ભીલવાડાના એક પરિવારે આઘાત અને શોકમાં આવું જ પગલું ભર્યું અને તેમણે જીવતેજીવ દીકરીને મરેલી સમજીને તેનું બારમું પણ કરી નાખ્યું.
રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવતી પોતાની જ જ્ઞાતિના યુવકને લઈને ઘરેથી ભાગી ગઈ હતી. પરિવારની ફરિયાદ પરથી પોલીસને યુવતી મળી આવી હતી. પરિવારના સભ્યોની હાજરીમાં યુવતી સાથે વાત કરવામાં આવી હતી. યુવતીએ પરિવારને ઓળખવાની ના પાડી અને તે યુવક સાથે જતી રહી.

દીકરીના આ નિર્ણયથી પરિવાર એટલો દુઃખી થયો કે તેમણે પોતાની દીકરીને મૃત માની લીધી છે અને મોટો નિર્ણય લઈને તેના નામે શોક સંદેશ છાપ્યો છે. આમાં, લોકોને પુત્રીના મૃત્યુ પછી અને 13 દિવસ પછી ગોરની (મૃત્યુ પર્વ) માં ભાગ લેવા આમંત્રણ અપાયું છે લોકોને મૃત્યુ ભોજના કાર્ડ પણ મોકલી આપવામાં આવ્યાં હતા.
જીવતેજીવ દીકરીના નામનું બારમું કરવાના પરિવારના નિર્ણય અને શોક સંદેશવાળું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેના બારમાની તારીખ લખેલી જોવા મળે છે.