સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, અમારી પુત્રી અમી અને મિતના શુભ વિવાહ નિર્ધાયા છે. પરંતું કાશ્મીરમાં થયેલા ઘોર આતંકવાદી હુમલામાં દેશના 42 જવાનો શહીદ થતાં અમે બંને વેવાઈ પક્ષોએ પરસ્પર સમંતીથી લગ્ન સંપૂર્ણ સાદાઈથી કરવાનું નક્કી કરેલ છે. અને જાહેર ભોજન સમારંભ રદ કરી શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને પાંચ લાખ અને શહીદ પરિવારને સંયુક્ત રીતે 11 લાખ આપવાનું નિર્ધારીત કર્યું છે. શેઠ દેવશી માણેક પરિવાર-ભાભર-સુરત, હસમુખભાઈ શેઠ, પદ્માવતી ડાયમંડ અને સંધવી પાનાચંદ લક્ષ્મીચંદ પરિવાર અજયભાઈ કુમારભાઈ સંધવી. જ્યારે આ લગ્નમાં કેટરર્સ દ્વાર પણ સહકાર આપ્યો છે.
જોકે અત્યાર સુધી આ અંગે કોઈ કન્ફર્મેશન મળ્યું નથી.