પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને સુરતની સહકારી મંડળીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પુલવામા આતંકી હુમલામાં ભારત માતાના 44 જવાન શહીદ થયા છે, આ ઘટનાને લઇને સમગ્ર દેશમાં શોક છવાયો છે, તો દેશની જનતાએ શહીદોના પરિવારને મદદરૂપ થવાની પોતાની ફરજ પણ સારી નીભાવી છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં મોટાપાયે આર્થિક સહાય કરવામાં આવી છે. જેમાં સહકારી મંડળીઓ તરફથી પણ મોટાપાયે સહાય કરવામાં આવી છે.

સરહદ પર દેશની રક્ષા કરતાં વીર જવાનોએ તે પોતાની ફરજ નીભાવી, હવે દેશના નાગરિકોએ પણ ફરજ નીભાવવાનો વારો આવ્યો છે, એવા વિચાર સાથે સુરત તથા તાપીની સહકારી મંડળીઓ શહીદોના પરિવારને મદદ કરવા માટે આગળ આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને સુરતની સહકારી મંડળીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, સાથેજ શહીદોના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે માત્ર કલાકોમાં જ રૂપિયા 4.81 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જે દરેક શહીદના પરિવારને રૂપિયા 11 લાખની સહાય કરવામાં આવશે.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS