J&K
જમ્મુ અને કાશ્મીર (J&K)માં શ્રીનગરના બહારના વિસ્તાર નૌગામમાં આતંકીઓએ હુમલો કર્યો. પોલીસ ટીમ પર થયેલા આ આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે અને એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આ ઘટના બાદ તે વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીર (J&K)માં શ્રીનગરના નૌગામ બાયપાસ પર આજે સવારે આ આતંકી હુમલો થયો. નૌગામમાં 15 ઓગસ્ટ માટે સુરક્ષામાં તૈનાત કરાયેલ પોલીસપાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો છે.
#UPDATE Two Police personnel lost their lives and one injured in the firing by terrorists in Nowgam. Area cordoned off. More details awaited. (visuals deferred by unspecified time). #JammuAndKashmir https://t.co/8oecUfOKqv pic.twitter.com/l9xEG35vUS
— ANI (@ANI) August 14, 2020
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાં મુજબ આતંકીઓએ નૌગામ બાયપાસ પાસે નાકા પર પોલીસ પાર્ટી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું.
આ પણ જુઓ : flood : બિહારમાં 77 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત, સેંકડો ગામડાં તારાજ
આ હુમલામાં ત્રણ જવાન ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ઘસેડવામાં આવ્યાં તે દરમિયાન બે જવાનોએ જીવ ગુમાવ્યો હતો. 15 ઓગસ્ટના એક દિવસ પહેલા આ આતંકી હુમલાના કારણે કાશ્મીરમાં હલચલ મચી ગઈ છે.
આ પણ જુઓ : Pok માં ચીનના પ્રોજેક્ટના વિરોધમાં રેલી કાઢી, જાણો વિગત
આ અગાઉ ગુરુવારે શ્રીનગરના શહીદગંજ વિસ્તારમાં આતંકી ગતિવિધિ જોવા મળ્યા બાદ પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપેરશન શરૂ કર્યું હતું. શનિવારે સ્વતંત્રતા દિવસના અવસરે શ્રીનગર સિટીમાં પ્રદેશનો મુખ્ય કાર્યક્રમ થવાનો છે. અહીં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના હસ્તે ધ્વજારોહણ થવાનું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.