ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી (Gujarat Weather) કરવામાં આવી છે ત્યારે કાળઝાળ ઉનાળામાં જાણે ચોમાસુ હોઈ તેવું વાતાવરણ સર્જયું છે.રવી પાકના ઉત્પાદન વેળાએ જ પડી રહેલ કમૌસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે
રાજકોટ જિલ્લામાં ઉપલેટાના મોટી પાનેલી પંથકમાં પડેલા કમૌસમી વરસાદ છેલ્લા અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે
ગઈકાલે સાંજના સમયે અચાનક ઉપલેટાના મોટી પાનેલી ગ્રામ્ય વિસ્તારમાં જેવા કે ભાયાવદર,મોટી પાનેલી,શહીદ ખારચિયા, ગઢાળા, સહિત વિસ્તારમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડ્યો હતો.જેમને લઈને ખેડૂતનો ઘઉ,ચણા,ધાણા,તલ, એરંડા, સૂર્યમુખી, સહિતના પાક પાણીમાં ગરકાવ થયી ગયો હતો. જાણે કે આભમાંથી આફત વરસી હોય અને કુદરત ખેડૂતોની સામે રૂઠ્યો હોય તેમ પાક નિષ્ફળ જવા પામ્યો હતો.
ઉપલેટા મોટી પાનેલી પંથકમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ પડ્યો હતો.માવઠાના મારમાંથી ખેડૂતો હજુ બેઠા થયા નથી ત્યાંજ ખેડૂતો ઉપર ફરી જાણે કે આફત રૂપી કમૌસમી વરસાદ ખાબક્યો હતો .જેમને કારણે ઉપલેટા પંથકમાં ખેડૂતોની કાળી મજૂરી વચ્ચ ઘઉ,ચણા,ધાણા,તલ, એરંડા, સૂર્યમુખી, સહિતના પાક પલળી ગયેલ હતો
ખેડૂતનો ઘઉનો પાક તૈયાર હાવાની સાથે લણવાનો બાકી હોય ત્યાં જ કમૌસમી વરસાદ પડતા ઘઉ વાવેતર કરતા ખેડૂતોનું અન્ન છીનવાઈ જવા પામ્યું છે.આ સાથે જ ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.
મોટી પાનેલી ગામમા તો એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબકતા તેનાથી ઘઉ,ચણા,ધાણા,તલ, એરંડા, સૂર્યમુખી, સહિતના પાકને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
છેલ્લા ત્રણ વરસથી ઉપલેટા પંથકમાં જાણે કે જગતના તાતની માઠી બેઠી હોઈ તેમ તોઉતે વાવાજોડું તેમજ સતત કમૌસમી વરસાદને કારણે ખેડૂતો પાક નિષ્ફળ જઈ રહ્યો છે.તો બીજી તરફ ખેડૂતોને પોતાની જણસીના પૂરતા ભાવ ન મળતા હોવાથી મળતા હોવાથી ખેડૂતની હાલત કફોડી અને દયનીય બની છે
રાજકોટ જિલ્લા ના ઉપલેટાના મોટી પાનેલી ગ્રામ્ય વિસ્તારમાં અંદાજિત 600 થી 700 વીઘામાં નુકસાન થયું હોય તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું
ખેડૂતો વરૂણદેવને ખમૈયા કરવા માટે પોતે પોતાના ખેતરમાં બેસીને હવન કરવામાં આવ્યો હતો આ હવનમાં ખેડૂતો દ્વારા ધાણા જીરું અને ઘઉં જેવી જણસ ની આહુતિ આપી હતી ખેડૂતો એ હવન ની પ્રદક્ષિણા કરી વરૂણદેવને ખમૈયા કરવા માટે પ્રાર્થના કરી હતી કે ખેડૂતોનો થોડો થોડો જાજો પાક બચ્યો છે તેના માટે ખેડૂતોએ ખેતરમાં બેસી અને હવન કરીને પ્રાર્થના કરી હતી અને પોતાની વેદના કહી રહ્યા હતા કે જે પાકની અમે આશા રાખીને બેઠા હતા તે પાક ઉપર પાણી ફરી રહ્યું છે અને ખેડૂતો રડી પડ્યા હતા
હવે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી અને અમને સહાય આપવામાં આવે તેવી ખેડુતો આશા રાખીને બેઠા છે