Sonu Sood

Sonu Sood

સોનૂ સૂદ (Sonu Sood) લોકો માટે એક મસીહા બની ગયો છે. કોરોનાકાળ થી લઇ ઘણી પરિસ્થિતિમાં તે લોકોની મદદ કરી રહ્યો છે. તે એક પછી એક જરૂરિયાતમંદોની સહાય કરી રહ્યો છે. હવે ફરી તેણે એક 11 વરસના બાળકના બ્રેઇન ટયુમરના ઓપરેશનમાં આર્થિક સહાય કરી છે. 

આ પણ જુઓ : Kangana Ranaut એ બાળ ઠાકરેનો VIDEO શેર કરી સોનિયા ગાંધીને પૂછ્યો સવાલ

આ બાબતમાં વાર્સતમાં શર્મા નામના એક ટ્વિટર હેન્ડલે ટ્વીટ કરી લખ્યું હતું કે, સર, હું બિહારના ભાગલપુર જિલ્લાનો રહેવાસી છું. મારા ભાઇનો 11 વર્ષનો પુત્ર કેટલાય સમયથી માંદો રહેતો હતો. ત્યરબાદ તેનો રિપોર્ટ કરાવ્યો જે હવે આજે તેનો રિપોર્ટ આવ્યો છે. જેમાં તેને બ્રેઇન ટયુમરનું નિદાન થયું છે. સર, તમે બધાની મદદ કરો છો, તો મહેરબાની કરીને આ બાળકને પણ બચાવી લો. 

આ પકન જુઓ : Reha Chakraborty ની જામીન અરજી કોર્ટે ફગાવી

સોનૂએ ટ્વિટરનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, તમે ચિંતા કરતા નહીં. દિલ્હીની હોસ્પિટલના ડોકટર સાથે વાતચીત થઇ ગઇ છે. આવતા અઠવાડિયે બાળકનું ઓપરેશન થઇ જશે. તમે લોકો તૈયારી કરશો. તમારો પુત્ર જરૂર સારો થઇ જશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024