કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ વિસ્તાર માં પાણી છોડવા માટે કાંકરેજ મામલતદાર એમ ટી રાજપૂત ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કાંકરેજ તાલુકાના કિસાન સંઘ દ્રારા શિહોરી સર્કિટ હાઉસ થી રેલી કાઢી ને જય જવાન જય કિસાનના નારા સાથે કાંકરેજ તાલુકા ની બનાસ નદીના સાયફન માં પાણી છોડવા માટે સરકાર ને જગાડવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોએ માંગણી કરી હતી.
કાંકરેજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં ૧૦૦૦થી ૧ર૦૦ફૂટ ઊંડા પાણી હોવાથી સુજલામ સુફલામ્ કેનાલનો કોઈને જ લાભ મળ્યો ન હોવાનું કાંકરેજ તાલુકા કિસાન સંઘ ના પ્રમુખ વાઘાભાઈ પટેલે જણાવ્યું હતું અને અમારી માંગણીઓ પુરી કરવામાં નહિ આવે તો કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં ધરણાં કાર્યક્રમ કરવામાં આવવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.