પાટણના યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે કવિતાની કેડીએ કવિ સંમેલન યોજાયું…

5/5 - (1 vote)

ગુજ. સાહિત્ય એકેડેમી ગાંધીનગર અને શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય પાટણના સંયુક્ત ઉપક્રમે આયોજિત કવિ સંમેલનમાં કવિ રસીકો ઉમટ્યા..

શબ્દપ્રીત,શબ્દસ્નેહ અને શબ્દ ના શણગાર ને અભિવ્યક્ત કરતું ભવ્ય કવિ સંમેલન પાટણના આંગણે રવિવારે યુનિવર્સિટી ના રંગભવન હોલના પ્રાંગણ માં યોજાયું હતું.જે પાટણની ધરા પર હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન જેવા ગ્રંથ ની હાથી પર સવારી નીકળી એવા સાહિત્યના અમૂલ્ય વારસો ધરાવનાર અને સંસ્કારી નગરી પાટણમાં ઉપસ્થિત નામાંકીત સર્જકોએ અવનવી અને મોહક કૃતિઓ રજૂ કરી કવિ રસીકોને કવિરસ થી તરબોળ કર્યા હતા.

કવિ સંમેલનની શરૂઆત મા શ્રીમંત ફતેસિહ રાવ પુસ્તકાલયના પ્રમુખ અને સાહિત્યપ્રેમી ડો. શૈલેશભાઈ સોમપુરાએ પુસ્તકાલય ની ગતિવિધિઓ નો ખ્યાલ આપી સર્વ કવિઓ અને મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન અમદાવાદના ડો. અને એમના પરિવાર દ્વારા જ 265 વખત રક્તદાન કરવામાં આવ્યું છે એવા સાહિત્યપ્રેમી વિનીત પરીખ દ્વારા પાટણમાં ભાષા વૈભવ, અને ભાષા સમૃદ્ધિ ની પ્રવુતિઓ વધે એવી અભિલાષા વ્યક્ત કરી હતી.

સૌ પ્રથમ કવિ ઈલિયાસ શેખે પોતાની ગઝલો રજૂ કરી ઉપસ્થિત સૌ ને મંત્રમુગ્ધ કર્યા હતા.પુષ્પો લઈ નીકળી પડ્યો પ્યારથી,ને પછી થાકી ગયો હથિયારથી જેવી રચનાઓ સાંભળી સૌ ઝૂમી ઊઠયા હતા.

આધુનિક જાણીતા બાળ કવિ કિરીટ ગોસ્વામી એ આજની શિક્ષણ પધ્ધતિ પર કટાક્ષ અને વ્યંગ કરતી કવિતાઓ અસરકારક પણે રજૂ કરી બધાને વિચારતા કરી મુક્યા હતા. મહેસાણાના થી આવેલ કવિ વ્રજેશ મિસ્ત્રી એ પોતાની સંવેદનાત્મક રચનાઓ આકર્ષક શૈલી માં રજુ કરી હતી.પાટણના જ કવિ અને અધ્યાપક ડૉ. પિયુષ ચાવડા એ અસરકારક સંચાલન કર્યું અને સાથે જ ,’ મેં રોકાણ કર્યું તારા સ્મિત માં અને પછી રિટર્ન થી હૈયું હરખાય છે જેવી પ્રણય ના ભાવ અને આધ્યાત્મિક ભાવો ને રજૂ કરતી કવિતાઓ રજૂ કરી હતી.

અનેક પુસ્તકોના લેખક અને એવોર્ડ વિજેતા ચંદ્રેશ મકવાણા એ મુક્તક અને સુંદર ગઝલો રજૂ કરી હતી.જ્યારે જ્યારે તું આવે છે ,ત્યારે કઈક બળ્યાની બુ આવે છે અને આજ સૂરજ એવું સળગ્યો કે ઝાકળ માંથી લૂ આવે છે જેવી ગઝલ થી શ્રોતાઓ આફ્રિન પોકારી ઊઠયા હતા .

પુસ્તકાલયના ઉત્સાહી મંત્રી અને સાહિત્યકાર નગીનભાઇ ડોડીયા એ પણ પોતાની બે રચનાઓ રજૂ કરી વાતાવરણને વધારે જીવંત બનાવ્યું હતું. આવા સહિત્યમય પ્રસંગે પાટણની સાહિત્યિક પરંપરા પર સંશોધન કરી પી.એચ. ડી.ની પદવી પ્રાપ્ત કરનાર બાદિપુર શાળાના શિક્ષક નેહલબેન દવે ના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અને એમના આ સાહિત્ય સર્જન બદલ સૌ એ શુભેચ્છા પાઠવતા નેહલબેને પોતાના પ્રતિભાવમાં પાટણ ના સાહિત્ય સર્જનના ઇતિહાસનો પ્રભાવક શૈલી માં ચિતાર આપ્યો હતો.

વરિષ્ઠ કવિ સંજુ વાળા એ જુદા જુદા વિષય પર વિવિધ કવિઓ ની સંદર્ભ પંક્તિઓ સાથે અદ્ભુત કવિતાઓ રજૂ કરી હતી.ભગવતી સ્કૂલના વિદ્યાર્થી હિતેશભાઈ જોશી એ ગુરુ તેગ બહાદુર ના જીવન પ્રસંગ પર આધારિત વીરરસ ને વ્યક્ત કરતી જોશીલી કવિતા રજૂ કરી હતી. અને બધાની પ્રશંસા મેળવી હતી.અંત માં પુસ્તકાલય ના મંત્રી મહાસુખભાઈ મોદી એ આ કાવ્ય સંમેલનને સફળ બનાવવા બદલ સર્વનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures