પાટણ શહેરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝા ની બે દુકાનો ને રવિવારની રાત્રે તસ્કરોએ નિશાન બનાવી દુકાનના તાળા તોડી રોકડ રકમની તસ્કરી કરી દુકાનને નુકસાન પહોંચાડયુ હતું. આ બાબતે દુકાન માલિકો દ્વારા પાટણ પોલીસને જાણ કરાઈ હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની સામે આવેલ કૃષ્ણમ પ્લાઝા માં આવેલી દુકાન નંબર 4 અને દુકાન નંબર 5 માં રવિવારની રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ દુકાનના તાળા તોડી દુકાન નંબર 4 માં પડેલી રોકડ રકમ રૂપિયા 13000 તેમજ ડીવીઆર ની ચોરી કરી દુકાનના કાચ તોડી નુકસાન કર્યું હતું.
તો દુકાન નંબર 5 માં પણ તસ્કરોએ પ્રવેશ કરી રોકડ રકમ રૂપિયા 1400 ની ચોરી કરી ફરાર થયા હતા. આ બાબતની જાણ સોમવારે દુકાન પર આવેલા દુકાનના માલિક જ્યોત્સનાબેન નાથ અને દિવ્યાંગ પંચાલ ને થતા તેઓ દ્વારા પાટણ પોલીસને જાણ કરી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પાટણ શહેરના ડિસ્ટ્રિક્ટ કોર્ટની સામે આવેલા કૃષ્ણમ પ્લાઝામાં બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા ની ઘટનાને લઇ આ કોમ્પ્લેક્સના અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.