પાટણનાં હાંસાપુર પાસે સર્જાઈ દર્દનાખ ઘટનાં – સુરમ્ય રેસીડેન્સીમાં પતિ અને પત્નીનું મોત
પાટણ શહેરના ઓજી વિસ્તારમાં સમાવિષ્ટ હાંસાપુરના સુરમ્ય રેસીડેન્સીમાં પતિ-પત્નીના ખૂની ખેલનો કિસ્સો સામે આવતાં શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
પાટણના હાંસાપુર ખાતે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરમાં રહેતી જયોત્સનાબેન ઠાકોરને તેના જ પતિએ ઘરે આવી તેની કરપીણ હત્યા કર્યાં બાદ જાતે આત્મહત્યા કરી લેતાં આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. તો ઘર કંકાસમાં હત્યા કરાઈ હોવાનું સ્થાનિક લોકો અનુમાન લગાવી રહયા છે તો છેલ્લા ઘણા સમયથી પતિ-પત્ની એકબીજાથી અલગ રહેતાં હતા
ત્યારે પિતાના ઘરે રહેતી યુવતિની તેના જ પતિએ હત્યા કરતા તેઓના પુત્રોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. તો બનાવની જાણ બી ડિવીઝન પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા
અને સ્થળનું પંચનામુ કર્યાં બાદ લાશોને પી.એમ. અર્થ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. તો આ હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગેની તટસ્થ તપાસ પોલીસે આગળ ધપાવી છે.