- બ્રિટનની સંસદમાં ભગવદ્ ગીતાની ગૂંજ
- ગુજરાત મૂળના સાંસદના ગર્વભેર શપથ
- શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ ગીતા પર શપથ લીધા
- 27 અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા
ગુજરાત મૂળની 29 વર્ષીય શિવાની રાજાએ બ્રિટેનની સંસદમાં ભગવદ ગીતા સાથે રાખીને શપથ લીધા હતા. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ચૂંટણી લડીને જીત મળવી હતી.શિવાનીએ ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી તેમને હરાવી ઐતિહાસિક જીત મળવી હતી.
બ્રિટનના સાંસદ તરીકે શપથ લીધા બાદ શિવાનીએ સોશિયલ મીડિયા પર લખ્યું ‘લેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવું એ સન્માનની વાત છે.શિવાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું: “લેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવું એ સન્માનની વાત છે. ગીતા I પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યે મારી નિષ્ઠાનો શપથ લેવાનું મને ખરેખર ગર્વ છે.” મને ગર્વ છે.”