Kisan Yojana

Kisan Yojana

આજે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજના (Kisan Yojana) ની જાહેરાત કરી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ Kisan Yojana ની જાહેરાત કરી હતી.

જો કે, યોજના ખરીફ પાક પૂરતી હશે અને જે 4 હેક્ટર સુધી લાગુ પડશે. તથા આ યોજનામાં દુકાળ, અતિવૃષ્ટિ અને માવઠાંને આવરી લેવામાં આવ્યો છે. જે ખેડૂતને 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ 20 હજાર રૂપિયા અને 60 ટકાથી વધુ નુકસાન હશે તો 25 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

તો મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ યોજનાનો લાભ રાજ્યના નાના મોટા સીમાંત બધાજ ખેડૂતો ને આવરી લેવાયા છે, તો આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ. આ યોજના સરળ અને પારદર્શી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે કહ્યું કે એસ.ડી આર એફ ના લાભો યથાવત રાખીને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે. મુખ્યમંત્રીએ Kisan Yojana ની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપતા વિગતવાર માહિતી આપી હતી.

અનાવૃષ્ટિ (દુષ્કાળ):

જો તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાય અથવા રાજ્યમાં ચોમાસું શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે 28 દિવસ વરસાદ ન પડ્યો હોય અને ખેતીના વાવેતર થયેલા પાકને નુકસાન થયો હોય તેને અનાવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.

 અતિવૃષ્ટિ:

તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસૂલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે

કમોસમી વરસાદ (માવઠું):

15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી. થી વધુ વરસાદ પડે તથા ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ ગણવામાં આવશે.

ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 33% થી 60% માટે રૂ. 20,000/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
તો ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન 60%થી વધુ નુકશાન માટે રૂ. 25000/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે. તથા ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરાવવાનું રહેશે.લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે

તેમજ મંજૂર થયેલી સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે. લાભાર્થી ખેડૂતોનાં પ્રશ્નોનાં ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવશે.

ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓન લાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના VLE ને એક સફળ અરજી દિઠ રૂ.8/- નું મહેનતાણું ચુકવાશે. તથા ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં રેવન્યૂ રેકોર્ડમાં નોંધાયેલા તમામ 8-અ ધારક ખેડૂત ખાતેદાર તેમજ ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડૂત લાભાર્થી ગણાશે. ખરીફ 2020થી યોજના અમલમાં મુકાશે. ઉપરાંત આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલું હોવું જોઈશે.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow