Disease
આપણું જીવન જેટલું સાદું અને સરળ હશે આપણે એટલા જ રોગો (Disease) થી બચીને રહી શકીશું. હેલ્ધી રહેવા માટે સારું અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે. અત્યારે ફાસ્ટ કૂકિંગ રૂટીન લાઈફનો ભાગ બની ગઈ છે. જેમાં ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે ધીરે-ધીરે આપણને રોગો (Disease) તરફ ધકેલી રહી છે.
એલ્યૂમિનિયમના વાસણોમાં ભોજન પકાવવું. તેનાથી તેમાં રહેલાં કેમિકલ ભોજનમાં ભળી જાય છે અને તે શરીરમાં જઈને ઘણાં ઘાતક રોગો ઉત્પન્ન કરી શકે છે. જેમ કે લીવર અને કિડનીની સમસ્યા અને કેન્સર સહિતના રોગો.
આજકાલ લોકોના ઘરમાં માઈક્રોવેવ પણ હોય જ છે. પણ તેમાંથી નીકળતું રેડિએશન બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે. સાથે જ તેમાં પકાવેલા અથવા ગરમ કરેલાં ભોજનના પોષક તત્વો સાવ ઓછાં થઈ જાય છે.
ખાંડનો વધુ પડતો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક છે. તેનાથી મેદસ્વિતા સહિત હાર્ટ ડિસીઝ, હાડકાંઓની સમસ્યા અને દાંતના પણ રોગો (Disease) થઈ શકે છે. બહારના સ્વીટ્સ ખાવાથી પણ ઘણી સમસ્યાઓ જન્મ લે છે.
કૂકરનો ઉપયોગ આજકાલ બધાંના ઘરમાં કરવામાં આવે છે. કારણ કે તેમાં હાઈ પ્રેશર પર ખોરાક પકાવવામાં આવે છે. જેના કારણે તેના ઘણાં પોષક તત્વો પણ નષ્ટ થઈ જાય છે. એવામાં ઘણી વસ્તુઓ ખાવાના ફાયદા મળતાં નથી.
અત્યારે મોટાભાગના લોકો ભોજનને લાંબા સમય સુધી ખરાબ થતાં બચાવવા માટે ફ્રિઝમાં મૂકી દે છે અને પછી તે વાસી ખોરાક ખાય છે. ફ્રિઝમાં રહેલી ફ્લોરો કાર્બન ગેસને કારણે ભોજન દૂષિત થઈ જાય છે અને તેનાથી શરીર પર ખરાબ અસર થાય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.